ખળભળાટ / ટીકીટ ફાળવણી પહેલાં જ ઊંઝા ભાજપમાં ભડકો ! શુ વાત દિલ્હી સુધી પહોંચી ?

ખળભળાટ / ટીકીટ ફાળવણી પહેલાં જ ઊંઝા ભાજપમાં ભડકો ! શુ વાત દિલ્હી સુધી પહોંચી ?

ઊંઝા ભાજપમાં ટીકીટ ફાળવણી ને લઈને ભડકો

ઊંઝાના 255 ભાજપ અગ્રણીઓએ પ્રદેશ પ્રમુખને લખ્યો પત્ર

સ્થાનિક અને સનિષ્ઠ કાર્યકર્તા ને જ ટીકીટ આપવા માગ

ઊંઝામાં અન્ય વિસ્તારમાંથી ઉમેદવાર આવવાની હિલચાલ ને પગલે ભડકો

વિસનગર ધારાસભ્ય અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પણ માગી છે ઊંઝા થી ટીકીટ


જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જે એલ પટેલ સહિત અગ્રણીઓએ પત્રમાં કરી સહી

વડનગર અને ઊંઝાના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો એ લખ્યો પત્ર

ઊંઝા માં સ્થાનિક ને ટીકીટ આપવામાં આવે તેવી માંગ કરાઈ.

ઊંઝા વિધાનસભા ટીકીટ નો મુદો પ્રદેશ થી લઈ દિલ્હી સુધી કરાઈ રજૂઆત.

ઊંઝા વિધાનસભા એટલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નું માદરે વતન વડનગર પણ ઊંજા માં સમાવિષ્ટ છે.

2017 જેવી પરિસ્થિતિ નિર્માણ ન પામે તે માટે ઊંઝા વિધાનસભા ટીકીટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુદ મંથન કર છે.

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ઊંઝા વિધાનસભા સીટ એ ઉત્તર ગુજરાતની રાજનીતિનું મહત્વનું કેન્દ્ર માનવામાં આવે છે ઊંઝા વિધાનસભા સીટ પર ચૂંટણી લડવા માટે ભાજપમાં 50થી વધારે ઉમેદવારોએ ભાજપની સેન્સ પ્રક્રિયામાં દાવેદારી નોંધાવી છે ત્યારે હવે કોને ટિકિટ આપવી તેને લઈને ભાજપ ખુદ મૂંઝવણમાં મુકાઈ ગયું છે.

ઊંઝા વિધાનસભા સીટ પર ત્રણ મહિલાઓએ પણ દાવેદારી નોંધાવી છે. તો બીજી બાજુ વિસનગરના ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી એવા ઋષિકેશ પટેલે પણ ઊંઝા થી ચૂંટણી લડવા માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં દાવેદારી નોંધાવતા ઊંઝા ભાજપમાં મોટો ભડકો થયો છે. ઊંઝા ભાજપના 255 જેટલા અગ્રણીઓએ પ્રદેશ પ્રમુખને પત્ર લખીને જણાવ્યું છે કે ઊંઝા વિધાનસભા સીટ પર સ્થાનિક કાર્યકરને જ ટિકિટ આપવામાં આવે અન્યથા 2017 જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. જોકે આ વખતે આમ આદમી પાર્ટી પણ ત્રીજા પક્ષ તરીકે મેદાનમાં છે, ત્યારે હવે ભાજપ માટે ખરેખર કોને ટિકિટ આપવી એને લઈને મનોમંથન કરવું રહ્યું ! જો બીજી બાજુ જોવામાં આવે તો ઊંઝા વિધાનસભા સીટ પર પાટીદાર મતોનું ભારે પ્રભુત્વ રહ્યું છે. તેથી સ્થાનિક ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવે તો જ આ સીટ સરળતાથી જીતી શકાય એમ છે. એટલું જ નહીં પરંતુ ઊંઝા અને વડનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે સતત સંપર્કમાં હોય એવા ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તો જ આ સીટ જીતી શકાય છે.