પાટણ : રાધનપુર નગરપાલિકા સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી અપાતાં ખળભળાટ !

પાટણ : રાધનપુર નગરપાલિકા સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી અપાતાં ખળભળાટ !

રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર ચારના રહીશો નગરપાલિકાની કામગીરી નારાજ

રોડ રસ્તા ઉપર વારંવાર પાણી ભરાતા રહીશો ત્રસ્ત 

વારંવાર ઘટાડો ઉભરાવવાને કારણે રોગચાળાની ભીતિ

શહેર કોંગ્રેસના જ્યોતિબેન જોશી એ વોર્ડ નંબર 4 ની મુલાકાત લઈ સ્થાનિકોનો પ્રશ્ન હલ કરવાની આપી ખાતરી 

નગરપાલિકા સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી

મોર્નિંગ ન્યુઝ ફોકસ પાટણ (જિલ્લા પ્રતિનિધિ) : પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર ચારના રહેશો ગંદકી અને ગટરના ગંદા પાણીથી અને કચરાથી પરેશાન નગરપાલિકાની કામગીરી સામે મહિલાઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

રાધનપુર ખાતે આવેલ મીરા દરવાજાથી નાગોરી વાસ ના રોડ ઉપર અને ઘરોની આજુબાજુ ગંદકીનો સામ્રાજ્ય છે. નગરપાલિકા રાધનપુરજ્યારથી વહીવટદાર અને ચીફ ઓફિસરના ભરોસે સોંપવામાં આવી છે ત્યારથી રાધનપુરની જનતા પરેશાની ભોગવી રહી છે. નગરપાલિકા વિસ્તારની અંદર આવેલા વોર્ડ નંબર ચાર ની અંદર ગટરની સાફ સફાઈ ન થતી હોય કચરો ન લેવામાં આવતો હોય તેના કારણે ગંદકી અને મચ્છરો થતા હોવાના કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે.

આવા સમયે લોકોની અને રહીશોની માગણી ઉઠવા પામી છે કે તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા સાફ સફાઈ અને ગટરની કામગીરી સફાઈની કરવામાં આવે નહીતો લોકો નગરપાલિકા સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.  રાજકીય અગ્રણીઓ ઉપર પણ સ્થાનિક રહિશો એ રોષ ઠાલવ્યો હતો. 

રાધનપુર શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ જ્યોતિબેન જોષી એ વોર્ડ નંબર ચાર ની મુલાકાત લીધી હતી અને તેમની સમસ્યા જાણી તેમને મદદ કરવાની ખાતરી પણ આપી હતી અને તેમની સાથે રહી નગરપાલિકા સામે આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી ગટરના ગંદા પાણી અને કચરાની કામગીરી ન થતી હોય તેના કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે. તો વળી રાધનપુરના જરૂરિયાતવાળા વિસ્તારની અંદર રોડ રસ્તાની કામગીરી ન કરાતી હોઇ અને બહારના વિસ્તારો ની અંદર બિલ્ડરો અને જમીન માલિકોને ફાયદો કરાવવા રોડ રસ્તાની કામગીરીના ટેન્ડર બહાર પડતા હોવાના નગરપાલિકા સામે આક્ષેપો લગાવવામાં આવ્યા હતા.