ભરૂચ બાદ ભાવનગરની કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે લાગી આગ : 70 દર્દીઓ હતા દાખલ
ગાંધીનગરથી મંત્રી વિભાવરીબેન દવે એ આ અંગે પૂછપરછ પણ કરી હતી. આ કોવિડ સેન્ટરમાં મંજૂરી કરતા વધારે દર્દીઓને રાખ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
આગ લાગ્યાની જાણ થતાં જ કોરોનાના દર્દીઓના સગા વ્હાલાઓને ભારે મોટી ભીડ ઘટનાસ્થળે એકત્ર થઈ ગઈ હતી.
ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. ત્યાં તેમણે જણાવ્યું કે, આગને કારણે સદનસીબે કોઇ જાનહાની નથી
મોર્નિંગ ન્યુઝ નેટવર્ક : ભરૂચ ની કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં ભાવનગર ની કોવિડ હોસ્પિટલ માં આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરનાં કાળુભા રોડ ઉપર આવેલી હોટલ જનરેશન એક્સ જેને હાલ સમર્પણ કોવિડ હૉસ્પિટલ કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. ત્યાં આગ લાગવાની ઘટના બની છે. મંગળવારે મોડી રાતે 12 ની આસપાસ આ હોટલનાં ત્રીજા માળનાં વેન્ટિલેટરવાળા એક રૂમમાં આગ લાગી હતી. જેના કારણે 70 જેટલા દર્દીઓને અન્ય હૉસ્પિટલોમાં ખસેડવામાં આવ્યાં છે. જોકે, સદનસીબે અત્યારસુધી કોઇ જાનહાનીનાં સમાચાર સામે આવ્યાં નથી.
હાલ મળતી માહિતી પ્રમાણે આ આગ રૂમમાં શોર્ટ સર્કિટ થતાં લાગવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા ત્રીજા માળથી કોરોના પોઝીટીવ દર્દીઓનું રેસ્ક્યુ કરી મોટી દુર્ઘટના ટાળવમાં આવી છે. 70 જેટલા કોરોનાના દર્દીઓને બીજી જગ્યાએ સલામત રીતે હૉસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.જે સમયે લાગી ત્યારે ઘણા બધા દર્દીઓ ઑક્સીજન સપોર્ટ પર હતા તે બધાને ઑક્સીજનના સિલેન્ડર સાથે બહાર કાઢવામાં આવ્યા. આ હોસ્પિટલમાં તત્પરતાથી કામ કરવામાં આવ્યું હોવાથી લોકોના જીવ બચાવી શકાયા છે. આગની ઘટનાની જાણ થતાં જ ભાવનગરથી ધારાસભ્ય જીતુ ભાઈ વાઘાણી સહિતના આગેવાનો પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.