IAS અધિકારીએ જેના માટે કલેકટર પદ ઠુકરાવ્યું એ જાણી સરકારે બદલવો પડયો આદેશ, જાણીને તમે પણ કરશો પ્રસંશા
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક કપાતર પુત્ર દ્વારા સાવરણી વડે તેની માતાને માર મારવામાં આવી રહ્યો હતો. જોકે આવા કપાતર પુત્રોની વચ્ચે એવા પણ પુત્ર મોજુદ છે જેમણે શ્રવણ ની જેમ માતાની સેવા કરવા માટે કલેકટર નું પદ જતું કર્યું છે અને માતાની સેવામાં દિનરાત ઓતપ્રોત બની ગયેલ છે. જબલપુર જિલ્લાના યુવા આઈએએસ અધિકરી અનૂપ કુમાર સિંહ કે જેમણે કલેકટરના પદ ને માતાની સેવા માટે ઠુકરાવ્યું છે.
જો કે 2013 બેચના આઈએએસ અધિકારી અનૂપ કુમાર સિંહને થોડા દિવસ પહેલા દમોહ જિલ્લાના કલેક્ટર બનાવવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર તરફથી તેમના કલેક્ટર પદ માટેનો આદેશ આવ્યો, પરંતુ અનૂપસિંહે સરકારને કહ્યું કે તેમની માતાની તબિયત અત્યારે ઠીક નથી. અનૂપસિંહે સરકારને એમ પણ કહ્યું કે તે હમણાં તેમની માતાની સેવા કરવા માંગે છે. આને કારણે હાલ કલેક્ટર પદ સ્વીકારી શકતા નથી.
અનૂપસિંહ હાલમાં જબલપુરમાં એડિશનલ કલેકટર તરીકે પોસ્ટિંગ પર છે. તે પહેલાં તેઓ જબલપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર હતા. અનૂપસિંહ મૂળ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના છે, તે હંમેશાં શાંત સ્વભાવ અને કામને લઈને સ્ટ્રીક્ટ છે. જ્યારે જબલપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે પોતાની સેવાઓ આપી છે.
અનૂપ સિંહ હાલમાં તેમની બીમાર માતાની સેવામાં રાત-દિવસ રોકાયેલા છે. તેમની માતા પ્રત્યેનો તેમનો સ્નેહ અને આદર જોઈને જબલપુરમાં તેમની ખૂબ પ્રશંસા થઈ રહી છે. અનૂપસિંહે આજે તેમની બીમાર માતા માટે કલેકટર જેવી મોટી પોસ્ટ નકારી દીધી છે, આ પદ પર પહોંચવા માટે ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે.તેમના ઇનકાર કર્યા પછી સરકારે 8મી મેના રોજ આ હુકમ રદ કર્યો. ત્યારબાદ અનૂપસિંહની જગ્યાએ ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ કમિશનર એસ કૃષ્ણ ચૈતન્યને કલેક્ટર બનાવવામાં આવ્યા છે.