સિદ્ધપુર : કોંગ્રેસમાં હતા ત્યારે સિંહ ની જેમ ત્રાડ નાખનાર નેતાજી ભાજપનો ખેસ ધારણ કરી મંત્રી બનતાં જ મૌન બની ગયા !

સિદ્ધપુર : કોંગ્રેસમાં હતા ત્યારે સિંહ ની જેમ ત્રાડ નાખનાર નેતાજી ભાજપનો ખેસ ધારણ કરી મંત્રી બનતાં જ મૌન બની ગયા !

સિધ્ધપુર એ ભારતભરના માતૃભક્તોનું માતૃ શ્રાદ્ધ તીર્થ સ્થળ છે. સિધ્ધપુર જેના કિનારે વસેલું છે એ સુકીભઠ બની ગયેલી લોકમાતા સરસ્વતી ને ઘણા સમય પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પુનઃજીવિત કરીને ભાગીરથી કાર્ય કરવામાં આવ્યું હતું

જોકે સિદ્ધપુરના વર્તમાન ધારાસભ્ય જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તેમણે અવારનવાર સરસ્વતી નદીમાં પાણી છોડવા માટે રજૂઆતો કરી હતી. પરંતુ આજે ભાજપનો ખેસ ધારણ કરી મંત્રી બની ગયા પછી કોણ જાણે કેમ ચુપ રહ્યા છે તે ચર્ચાનો વિષય છે. કારણ કે હાલમાં કાત્યોકનો લોકમેળો શરૂ થયો ત્યાં સુધી પણ નદીમાં પાણી ન હોવાને કારણે શ્રદ્ધાળુઓની આસ્થાને ભારે ઠેસ પહોંચી રહી છે.

અત્રે નોંધનીય છે કે સિદ્ધપુર શહેરમાં અવારનવાર જાહેર માર્ગો ઉપર ગટરના પાણી જોવા મળે છે અને આ ગટરના પાણી નદીમાં ઠલવાતા હોવાની પણ ચર્ચાઓ છે ત્યારે ગટરના પાણીને નદીમાં ઠાલવવા સામે આંખ આડા કાન કરનાર સિદ્ધપુરની નપાણીયારી નેતાગીરી કાત્યોક નો મેળો હોવા છતાં પણ લોકમાતા સરસ્વતીમાં પાણી લાવી શકી નથી ત્યારે ક્યાંક ને ક્યાંક આ નેતાઓ પોતાના સ્વાર્થ માટેની રાજનીતિ રમી રહ્યા હોય તેવી માન્યતા લોકોમાં પ્રવર્તી રહી છે.