સુરતમાં વાવાઝોડાને પરિણામે 300 જેટલા વૃક્ષો ધરાશયી થયા : પાલિકાએ આ માટે લીધો મહત્વનો નિર્ણય, જાણીને કરશો પ્રસંશા

સુરતમાં વાવાઝોડાને પરિણામે 300 જેટલા વૃક્ષો ધરાશયી થયા : પાલિકાએ આ માટે લીધો મહત્વનો નિર્ણય, જાણીને કરશો પ્રસંશા

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : વાવાઝોડાને પરિણામે સુરત શહેરમાં પણ અનેક રસ્તાઓ પર વૃક્ષો ધરાશાયી થયા હતા જોકે સુરત શહેરના પાલિકા કમિશ્નર બંછાનિધિ પાની, મેયર, નગર સેવકો તેમજ અધિકારીઓ સતત વાવાઝોડા દરમ્યાન ખડેપગે રહ્યા હતા. એમાંય ખાસ કરીને બાગ ખાતાના કર્મચારીઓ સતત ખડેપગે રહ્યા હતા. બાગ ખાતાના કર્મચારીઓ દ્વારા રસ્તા ઉપર પડેલા વૃક્ષોને હટાવવાની કામગીરી ખૂબ જ ઝડપથી કરવામાં આવી હતી. ત્યારે સુરત શહેરમાં વાવાઝોડાને લીધે અંદાજે 300થી વધારે વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

સુરતમાં વાવાઝોડાને કારણે 300થી વધારે વૃક્ષો ધરાશાયી થતા આ વૃક્ષનાં લાકડા વેચી દેવાને બદલે વિવિધ સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે ઉપયોગમાં લેવાનું પાલિકાએ નક્કી કર્યું છે. 300 વૃક્ષોમાંથી લગભગ 200 ટન લાકડું ભેગું થયું છે. ત્યારે વાવાઝોડાને પરિણામે જે વૃક્ષો ધરાશાયી થયા છે તેની સામે ત્રણ ગણા વૃક્ષો વગાડવાનો અભૂતપૂર્વ નિર્ણય પાલિકા દ્વારા લેવામાં આવ્યો છે.

શહેરમાં તાઉતે વાવાઝોડાના લીધે ધરાશાયી થયેલાં 300 જેટલાં વૃક્ષના લાકડાનો ઉપયોગ વિવિધ સ્મશાન ઘાટ પર મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે કરવાનું આયોજન પાલિકાએ કર્યું છે. આ અગાઉ પણ કોરોના કાળમાં પાલિકાએ 200 ટ્રકમાં અંદાજે 200 ટન લાકડું સ્મશાનગૃહમાં પહોંચાડયું હતું. દરમિયાન વાવાઝોડામાં જમીનદોસ્ત થયેલાં 90 ટકા ઝાડ રોડ સાઇટ કે ડિવાઇડરના છે.ખુદ બાગ ખાતુ પણ કહે છે કે, રોડ સાઇટ પર રોપાતા મોટા વૃક્ષના મૂળિયા ઉંડે ઉતરતા ન હોવાથી પડી જાય છે. અગાઉ 24 જુન, 2015માં તોફાની વરસાદના લીધે શહેરમાં એક જ રાતમાં 100 ઝાડ પડ્યા હતા.