EXCLUSIVE : CM રૂપાણી પણ તત્કાલીન CM આનંદીબેન પટેલે કરેલી ભૂલને દોહરાવી રહ્યા છે : 2022 માં AAP નો ઉદય તો કોંગ્રેસ કિંગમેકર

EXCLUSIVE : CM રૂપાણી પણ તત્કાલીન CM આનંદીબેન પટેલે કરેલી ભૂલને દોહરાવી રહ્યા છે : 2022 માં AAP નો ઉદય તો કોંગ્રેસ કિંગમેકર

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) :  તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના કાર્યકાળ દરમિયાન પાટીદાર અનામત આંદોલન નો ઉદય થયો હતો.જ્યારે અનામત આંદોલન અલગ અલગ સ્થળો પર નાની ચીંગારી સ્વરૂપમાં હતું ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આંખ આડા કાન કર્યા હતા અને જેને પરિણામે આ પાટીદાર અનામત આંદોલનની નાની અમથી ચિનગારી એ મોટું સ્વરૂપ ધારણ કરતાં છેવટે અનામતની આગ સમગ્ર ગુજરાતમાં પ્રસરી અને સ્વમાનના ભોગે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજીનામું આપી દેવાનો વારો આવ્યો હતો.

જોકે હાલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ના કાર્યકાળમાં પણ આવી જ એક સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. જેમાં આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે ગુજરાતમાં એન્ટ્રી મારી રહી છે, ત્યારે ભાજપના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓ મીડિયા સામે આવીને એવા નિવેદન આપે છે કે આમ આદમી પાર્ટીની કોઈ નોંધ પણ લેતું નથી. ત્રીજા પક્ષ ની એન્ટ્રી લોકોની નજરમાં મહત્વની છે પરંતુ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આંખ આડા કાન કરી રહ્યા છે જેને પરિણામે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મજબૂતાઈથી પ્રવેશ કરવામાં સરળતા રહી છે અને હવે આમ આદમી પાર્ટીનું સંગઠન ગુજરાતમાં ખૂબ જ અતિ ઝડપથી મજબૂત બની રહ્યું છે જેને લઇને ભાજપના નેતાઓના પગ નીચેથી જમીન હવે ધીરે ધીરે સરકવા લાગી છે.

હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી નું સંગઠન દિનપ્રતિદિન મજબૂત બની રહ્યું છે. ગુજરાતના વિચારશીલ અને બુદ્ધિજીવી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. ગુજરાતના ખૂણે ખૂણેથી આમ આદમી પાર્ટીને મજબૂત પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે ભાજપ ના હાથમાંથી આગામી ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીઓમાં સત્તા સરકી જાય તેનો ડર તેને સતાવી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીની કામગીરીથી ઈર્ષા પામેલા ભાજપે હવે આમ આદમી પાર્ટીના સત્તાના નજીક પહોંચવા પ્રયત્ન કરતા રાજનીતિના રથને રોકવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર એનકેન પ્રકારે હુમલા કરાવી ને તેમને ડરાવવામાં આવી રહ્યા છે. પરંતુ આમ આદમી પાર્ટીના ઈમાનદાર સૈનિકો ભાજપની આ ભ્રષ્ટ રાજનીતિ સામે સતત સંઘર્ષ કરી રહ્યા છે.

આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણીઓમાં ગુજરાતમાં ભાજપ સરકારની નિષ્ફળતાઓ અને કનડગત થી કંટાળેલી ગુજરાતની જનતા હવે આમ આદમી પાર્ટીને સત્તાનું સુકાન સોંપવા માટે અધીરી બની રહી હોય તેઓ માહોલ હાલમાં ગુજરાતમાં સર્જાયો છે. સુરતના મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના 23 કોર્પોરેટરોની કામગીરી જોતાં સુરત મહાનગરપાલિકામાં જાણે આમ આદમી પાર્ટી સત્તામાં હોય અને ભાજપ વિપક્ષમાં હોય તેવો ઘાટ ઘડાયો હોય તેવું લાગી રહ્યું છે.

જોકે 2022 વિધાનસભાની ચૂંટણીઓમાં ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ હશે એ નિશ્ચિત છે. તો બીજી બાજુ ભાજપના હાથમાં 2022માં હવે સત્તાનું સુકાન મળવું ખૂબ જ મુશ્કેલ નહીં અતિ કઠીન હોય તેવું વર્તમાન માહોલને જોતા લાગી રહ્યું છે. જોકે કોંગ્રેસ હાલમાં વિપક્ષમાં પણ નબળી સાબિત થઇ રહી છે છતાં વિધાનસભાની ચૂંટણીઓમાં જો કાંટે કી ટક્કર જેવી સ્થિતિનું નિર્માણ થાય તો ગુજરાતમાં સરકાર બનાવવામાં કોંગ્રેસ કિંગમેકર સાબિત થઈ શકે છે.