કોરોના કાળમાં લોકોની વ્હારે AAP : સુરત બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા કોવિડ કેર આઇસોલેશન સેન્ટર શરૂ કરાયાં

મોર્નિંગ ન્યુઝ ફોકસ સૌરાષ્ટ્ર : આમ આદમી પાર્ટી દ્વારા કોરોના કાળમાં સુરતમાં ઠેરઠેર isolation કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં દર્દીઓને ચા-નાસ્તો ભોજન જેવી પ્રાથમિક જરૂરિયાત ની સુવિધાઓ ઉપરાંત ઓક્સિજનની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરાયેલા આ સેન્ટરમાં અનેક દર્દીઓ સાજા થઇ અને પોતાના સ્વજનો ની વચ્ચે પાછા ફર્યા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી દ્વારા સૌરાષ્ટ્રમાં પણ isolation કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.
આમ આદમી પાર્ટી દ્વારા સંચાલિત તથા સુધીર બી. વાઘાણી ટ્રસ્ટના સહયોગથી ઓક્સિજનયુક્ત ૧૦૦ બેડ કોવિડ આઈસોલેશન સેન્ટર ગારીયાધારમાં કાર્યરત કરવામાં આવ્યું છે.આ આઈસોલેશન સેન્ટરમાં ઓક્સિજન, દવા, ડૉકટર, જમવાનું, લેબ રિપોર્ટ, એમ્બ્યુલન્સ વગેરે તમામ સુવિધાઓ નિઃશુલ્ક પુરી પાડવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના તમામ વર્ગના લોકોને ઘર આંગણે અને નિઃશુલ્ક સારવાર મળી રહે તેવો આમ આદમી પાર્ટી દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે.
અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં કોરોના ના કારણે પરિણામે અનેક લોકો મોતને ભેટી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં ભાજપની રૂપાણી સરકાર લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવામાં ક્યાંકને ક્યાંક નિષ્ફળ નીવડી છે. સરકારની નિષ્ફળતા તેમ જ આયોજનના અભાવને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સૌપ્રથમ સુરતમાં isolation કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા હતા. જેમાં જબરજસ્ત લોકોનો પ્રતિસાદ સાંપડયો હતો અને અનેક લોકોએ આ સેન્ટરો માંથી સારવાર લઇ ને સાજા થયા હતા .ત્યારે હવે સૌરાષ્ટ્રમાં પણ isolation કોવિડ કેર સેન્ટર આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરાતાં જરૂરિયાત મંદ લોકો ને ઉત્તમ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થશે.