સુરત :કોરોના કાળમાં ભાજપના પોસ્ટર નેતાઓની સરખામણીમાં AAP ના નગર સેવકો સાચા અર્થમાં 'જન પ્રતિનિધી થકી જનસેવક' બન્યા
મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા ) : કોરોનાની મહામારી માં માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાંથી એક પણ ભાજપના નગરસેવક કે નેતા કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા નજરે પડ્યા હોય એવું ક્યાંય પણ જોવા કે સાંભળવા આજદિન સુધી મળ્યું નથી, ત્યારે સુરતમાં તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વિજેતા બનેલા આમ આદમી પાર્ટીના 27 નગર સેવકો દ્વારા તેમના વોર્ડ પ્રમાણે ઠેર ઠેર આઇસોલેશન કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. એમાં પણ કેટલાક નગરસેવકો જાતે કોવિડ કેર સેન્ટરોમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા નજરે પડ્યા છે.
આમ આદમી પાર્ટીએ શરૂઆતમાં જ એક સૂત્ર આપ્યું હતું કે 'રાજનીતિ કરવા માટે નહીં, પરંતુ બદલવા માટે આવ્યા છીએ' સાચા અર્થમાં જનતાના સેવક બનવાનું આમ આદમી પાર્ટીનું લક્ષ હવે સાકાર થઇ રહ્યું છે. આમ આદમી પાર્ટીના નગરસેવકો સાચા અર્થમાં 'નગરસેવક થકી હવે જનસેવક' બની રહ્યા છે. જેની પ્રતીતિ કરાવતો એક કિસ્સો આંબા તલાવડી ખાતે આવેલા covid કેર સેન્ટરમાં જોવા મળ્યો હતો.
આમ આદમી પાર્ટીના નગરસેવક દિપ્તીબેન સાકરીયા કે જેઓ છેલ્લા ઘણા સમયથી isolation કોવિડ કેર સેન્ટરમાં નર્સ તરીકેની સેવાઓ અદા કરી રહ્યા છે. તેમણે અગાઉ સિંગણપોર મલ્ટીપર્પઝ હોલ ખાતે શરૂ કરાય covid કેર isolation સેન્ટરમાં પણ સેવાઓ આપી હતી, તો હાલમાં આંબા તલાવડી ખાતે સિનિયર સિટિઝન કોવિડ કેર સેન્ટરમાં તેઓ દર્દીઓની દિવસ-રાત સેવા કરી રહ્યા છે. નિસ્વાર્થ ભાવે દર્દીઓની સેવા કરનાર જનપ્રતિનિધિ સાચા અર્થમાં જનસેવક બની રહ્યાં છે.
તો વળી સુરત આમ આદમી પાર્ટીનાં નગરસેવક પાયલબેન સાકરીયા કે જેઓ ગુજરાતના સૌથી નાની વયના નગરસેવક છે તેઓ પણ છેલ્લા કેટલાય સમયથી કોરોના ના દર્દીઓ વચ્ચે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે તાજેતરમાં તેમણે સુરત સિવિલમાં જઈ ને કોરોનાના દર્દીઓ સાથે મુલાકાત કરી હતી અને તેમના સ્વાસ્થ્યના હાલ ચાલ પૂછ્યા હતા. તેમણે દર્દીઓને વીડિયો કોલ માં પરિવાર સાથે વાત કરાવડાવી અને દર્દીઓ સાથે વાતચીત કરીને પરિવાર ની કમી દૂર કરવાનો પ્રયાસ કરી દર્દીઓના દર્દમાં સહભાગી બન્યાં હતાં.
આ લેખમાં ભલે માત્ર બે જ નગરસેવકો નો ઉલ્લેખ કરાયો હોય પરંતુ આમ આદમી પાર્ટીના 27 નગરસેવકો હાલમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર માટે સતત પ્રયત્નશીલ છે. પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના દર્દીઓની વચ્ચે રહીને દર્દીઓની દિવસ-રાત સેવા કરી રહ્યા છે. આ 27 નગરસેવકો ' નગરસેવક થી જનસેવક' સૂત્રને સાકાર કરી રહ્યા છે.આમ આદમી પાર્ટીના નગરસેવકોની કામગીરી ખરેખર અત્યંત પ્રસંશનીય રહી છે. જોકે આમ આદમી પાર્ટીના નગરસેવકોની આ કામગીરી ની સુવાસ સુરત થકી સમગ્ર ગુજરાતમાં પ્રસરી રહી છે.