Dy. CM નીતિન પટેલના મહેસાણા જીલ્લા માંથી ભાજપ માટે આવ્યા આઘાતજનક સમાચાર, AAP એ ખેલ પાડી દીધો
મોર્નિંગ ન્યુઝ ફોકસ, મહેસાણા : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે અમદાવાદમાં આવી રહ્યા છે. અમદાવાદમાં પાર્ટી ના મુખ્ય કાર્યાલયનું ઉદઘાટન કરનાર છે તેમજ કેટલાક દિગ્ગજ નેતાઓ પણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરશે એવા સમાચાર વહેતા થયા છે. ત્યારે કેજરીવાલના આગમન પૂર્વે મહેસાણા માં આમ આદમી પાર્ટીની વિચારધારા થી પ્રેરાઈને 50 જેટલા યુવા-યુવતીઓએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.
2022 ની વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે જો કે ગઈકાલે મળેલી પાટીદાર સંગઠનોના અગ્રણીઓ ની એક સભા બાદ ખોડલધામ નરેશ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે આગામી 2022 ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ફાયદો થઈ શકે છે જોકે નરેશ પટેલના નિવેદનથી આમ આદમી પાર્ટીના કાર્યકરો એક નવા નો સંચાર થયો છે અને એક નવો આશાવાદ જન્માવ્યો છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે ગુજરાતમાં આમ આદમી પાર્ટી વધારે મજબૂત બની રહી છે. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના મહેસાણા જિલ્લામાં પણ આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને લોકો આપ સાથે જોડાઇ રહ્યા છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણા માં આમ આદમી પાર્ટી નું વર્ચસ્વ ધીમે ધીમે વધી રહ્યું છે. જેમાં આમ આદમી પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહેસાણા જિલ્લા પ્રમુખ જીગ્નેશ પટેલના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીના કાર્યકરો પ્રચાર કાર્યમાં જોડાઇ રહ્યા છે અને વધુને વધુ લોકોને આમ આદમી પાર્ટી સાથે જોડી રહ્યા છે. ત્યારે મહેસાણા જીલ્લાના ગોઝારીયા ગામ ના 50 જેટલા યુવાનો અને યુવતીઓએ પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.