કામલી સીટ પર ભાજપના દિગજ્જ નેતાના સંબંધીને ટીકીટ આપતા છૂપો રોષ : અપક્ષને જીતાડવા મતદારો મેદાનમાં

કામલી સીટ પર ભાજપના દિગજ્જ નેતાના સંબંધીને ટીકીટ આપતા છૂપો રોષ : અપક્ષને જીતાડવા મતદારો મેદાનમાં

ભાજપના નેતાના સંબંધી ઉમેદવારને ટીકીટ ફાળવતાં સંનિષ્ઠ કાર્યકરોમાં છૂપો રોષ.

અપક્ષ ચહેરો યુવાન હોઈ મતદારોમાં ભારે લોકપ્રિય

અપક્ષ ઉમેદવાર ભારતીય જનસેવા મંચ ના કન્વીનર.સિદ્ધપુર ખલી ચાર રસ્તા  રેલવે ઓવરબ્રિજ ના નિર્માણ અંગે રજૂઆતો  માટે  મહત્વની ભૂમિકા ભજવી હતી.

ભાજપના ઉમેદવાર વિવાદિત ચહેરો.કામલીના મતદારોમા જ છૂપો રોષ


મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) :  ઊંઝા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ હવે ખરાખરીનો જંગ જામ્યો છે. એમાંય કામલી, કરલી અને મકતુપુર સીટ પર અપક્ષ ઉમેદવારોએ ઝંપલાવતા ભાજપના નેતાઓની ઉંઘ હરામ થઇ ગઇ છે. જોકે આ ત્રણેય સીટ પૈકી કામલી સીટ પર ભાજપે જે ઉમેદવારને ટિકિટ ફાળવી છે તે ખૂબ જ વિવાદિત ચહેરો હોઇ મતદારોમાં પણ છૂપો રોષ પ્રવર્તી રહ્યો છે. કારણકે કામલી સીટ પર લડી રહેલ ભાજપના ઉમેદવાર ઊંઝા શહેરમાં રહેતા હોઇ ગામના પ્રશ્નોને વાચા આપવામાં નબળા રહી શકે જેથી મતદારોમાં ખૂબ જ નારાજગી છે.

ચર્ચાતી વિગતો મુજબ ઊંઝા તાલુકા પંચાયતની કામલી ની સીટ પર અનેક સક્ષમ અને સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારો હોવા છતાં ભાજપના દિગ્ગજ નેતા ના સંબંધીને ટિકિટ ફાળવવામાં આવતા કાર્યકરોમાં પણ છૂપો જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ અપક્ષ ઉમેદવારે આ સીટ પર ઉમેદવારી નોંધાવી છે. ભારતીય જન સેવા મંચ યુવા સંગઠનના કન્વીનર મૌલિક પટેલે  અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપ થી નારાજ મતદારો અપક્ષ ઉમેદવારને જીતાડવા મેદાનમાં આવ્યા છે.

બીજી બાજુ કામલી સીટ પર કોંગ્રેસે જાણીજોઈને નબળા ઉમેદવાર ઉતાર્યા છે. જોકે ભાજપ અને કોંગ્રેસ નું સેટિંગ જગજાહેર છે. ત્યારે હવે મતદારો પણ ખૂબ સમજદાર બની ગયા છે અને આ વિસ્તારના પ્રાણ પ્રશ્નો ને વાચા આપી શકે તેવા ઉમેદવારને જીતાડવા હવે ખુદ મતદારો જ મેદાનમાં આવતા ભાજપના નેતાઓને દોડતા થયા છે. બીજી બાજુ પાટીદાર સમાજ ઉપરાંત અન્ય સમાજના મતદારોમાં પણ ભાજપના ઉમેદવાર પ્રત્યે છુપો રોષ હોઇ અપક્ષ મેદાન મારી જાય તો નવાઈ નહીં