સુરત મનપાની તિજોરી તળિયા ઝાટક : 5 પ્લોટ ના 372 કરોડ ઉભા કરવાના શાસકોના નિર્ણયનો AAP દ્વારા વિરોધ
6534 કરોડનું બજેટ ધરાવતી પાલિકાની આર્થિક સ્થિતિ લાંબા સમયથી કથળેલી છે. ખાલી તિજોરી ભરવા હવે પાલિકા વેસુમાં 3, પાલ અને મોટા વરાછાના એક એક પ્લોટ મળી કુલ પાંચ પ્લોટ 99 વર્ષના ભાડાપટેથી આપીને 372 કરોડ ઉભા કરશે.
મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા) : સુરત મહાનગરપાલિકામાં જ્યારથી આમ આદમી પાર્ટીના 27 નગરસેવકો વિરોધ પક્ષની ભૂમિકા માં આવ્યા છે ત્યારથી મહાનગરપાલિકાના શાસકો ક્યાંકને ક્યાંક વિવાદમાં સતત આવ્યા જ કરતા હોય છે. જોકે મહાનગરપાલિકાની પ્રથમ મીટીંગ માં જ આમ આદમી પાર્ટીના શાસકોએ પાલિકાની કેટલીક નીતિઓનો પ્રચંડ વિરોધ કર્યો હતો અને મામલો ગરમાયો હતો. જેમાં પાલિકાની સ્વચ્છ પ્રતિભા ને ક્યાંકને ક્યાંક શાસકોએ ડાઘ લગાવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી.
વેસુ, પાલ-વરાછામાં પાંચ પ્લોટ લીઝ પર આપી પાલિકા રૂપિયા372 કરોડ ઉભા કરશે, 99 વર્ષના પટ્ટે આપવા ઈ-ઓક્શન થશે.
પાલિકાએ અગાઉ લીઝ પર સુરત ટેક્સટાઈલ માર્કેટવાળી જગ્યા હોય કે એક્સપરિમેન્ટલ સ્કૂલ સહિતના પ્લોટ પાણીના ભાવે આપી દેવાયા હતા. ટીપી વિભાગના જણાવ્યા મુજબ પાલિકા વિસ્તારમાં હાલમાં 128 ટી.પી.સ્કીમો અમલમાં છે ત્યારે ધી ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ-1976ની જોગવાઇઓ મુજબ ટી.પી.સ્કીમોનું યોગ્ય આયોજન કરી જમીનોની પુન:રચના કરાઇ છે જેમાં જાહેર હેતુઓ માટે રિઝર્વેશનોની જમીનો મેળવાય છે.
ત્યારે આમ આદમી પાર્ટીના નગરસેવકોએ તાજેતરમાં સોશિયલ મીડિયામાં મહાનગરપાલિકાના શાસકો સામે એક પેચીદો સવાલ ઊભો કર્યો છે. જેમાં ક્યાંક ને ક્યાંક શાસકો દ્વારા શહેરનું હિત બાજુએ મૂકી માત્ર રાજકિય રોટલો શેકવાનો પ્રયાસ કરાયો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટીના નગરસેવકોએ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ જે પોસ્ટ મૂકી છે એ પોસ્ટને લઈને હવે વિવાદ શરૂ થયો છે. ત્યારે આવનાર સમયમાં આ વિવાદ વધુ વકરે તો નવાઈ નહીં !
સોશ્યલ મીડિયા પોસ્ટ.....
STM ટેક્સટાઇલ માર્કેટનાં કરોડોનાં ઘપલા કાંડની અપાર સફળતા બાદ સુરત મનપા શાસકોનું રૂપિયા રળવા માટેનું નવું કરતૂત.. કોરોના જેવી મહામારીમાં આર્થિક તંગી ભોગવતી સુરત મહાનગરપાલિકાનાં નબળા અને ઘપલા કરવા આતુર શાસકો રાજ્ય સરકાર પાસેથી આર્થિક પેકેજ લેવાને બદલે સુરત શહેરની 400 કરોડની સોનાની લગડી જેવી જમીનો વેચી સુરત મહાનગરપાલિકાની તિજોરી તેમજ ભારતીય જનતા પાર્ટીની પોતાની તિજોરીને ભરવાનું આયોજન કરી રહ્યા છે!!! હવે આને તમે કઈ નીતિ સમજશો.