PM મોદી થયા નારાજ, જાણો કારણ

PM મોદીએ ગાંધીનગર કમલમમાં સંગઠનના હોદ્દેદારો સાથે કરી બેઠક : સંગઠનમાં ફેરબદલ અંગે થઈ ચર્ચા ?

PM મોદી થયા નારાજ, જાણો કારણ

PM મોદીએ કમલમ ની મુલાકાત લીધી

પાર્ટી હોદેદારો સાથે બેઠક કરી 

ઓછા મતદાનને લઈ નારાજગી વ્યક્ત કરી

પ્રદેશના હોદ્દેદારોનો ઉધડો લીધો

સંગઠનમાં થઈ શકે છે મોટો ફેરફાર

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા હતા.આજે તેઓ મતદાન કરશે. જોકે ગઈકાલે તેમણે માતાના આશીર્વાદ લીધા બાદ ગાંધીનગર કમલમની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે બેઠક દરમ્યાન પાર્ટીના સંગઠનને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.

અત્રે નોંધનીય છે કે પ્રથમ તબક્કામાં ખૂબ જ ઓછું મતદાન થયું હતું ત્યારે, નીચેના સ્તર સુધી નારાજગીના પગલે ઓછું મતદાન થયુ હોવાનું તારણ સામે આવ્યું છે, જેને લઇ પીએમ મોદીએ પ્રદેશના હોદ્દેદારોનો ઉધડો લીધો છે. તો  આ બેઠકમાં સંગઠનમાં ફેર બદલ અંગે પણ ચર્ચા કરવામાં આવી હોવાના મીડિયા રિપોર્ટ્સ આવી રહ્યા છે.  આ બેઠકમાં સી.એમ. ભુપેન્દ્ર પટેલની સૂચક ગેરહાજરી રહી હતી, જો કે પીએમ મોદીએ સીએમને વિસ્તારમાં જ રહેવા ભલામણ કરી છે.