Exclusieve : સરકાર અને સંગઠન વચ્ચે મતભેદ કે મનભેદ ? આ વિવાદાસ્પદ ઘટનાઓને લઈ શરૂ થયા તર્ક વિતર્ક
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ગુજરાતમાં કોરોના કાળમાં એક વાત ઉડીને આંખે વળગી હતી જેમાં સરકાર અને સંગઠન ક્યાંકને ક્યાંક બંને વચ્ચે વિરોધાભાસ હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહયું છે. કારણ કે જ્યારે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સુરત ભાજપ કાર્યાલય ખાતેથી રેમ ડેસીવર ઇન્જેક્શન નું વિતરણ કરવામાં આવ્યું ત્યારે મીડિયા દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી ને પૂછવામાં આવ્યું હતું કે ઇન્જેક્શન ક્યાંથી આવ્યા ? ત્યારે મુખ્યમંત્રીએ ચહેરા પર નારાજગી નો ભાવ પ્રગટ કરતાં જણાવ્યું હતું કે, " એના વિશે તમે સી.આર.પાટીલ જ પૂછો "
જો કે પાટીલ અને રૂપાણી વચ્ચે ક્યાંક ને ક્યાંક મતભેદ અથવા મતભેદ હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહયું છે કારણ કે છેલ્લા ઘણા સમયથી ગુજરાત પ્રદેશ ભાજપના ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ @BJP4gujarat દ્વારા છેલ્લા ઘણા સમયથી @CMOguj અને @Vijayrupanibjp ની પોસ્ટ, ઇવેન્ટ કે લાઈવ ને ટ્વીટ કે રીટ્વીટ કરવામાં આવ્યું નથી. છેલ્લે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વેક્સિન લીધી તેને બાદ કરતાં છેલ્લા એકાદ મહિના જેટલા સમયથી કોઈ લાઈક કે retweet કરવામાં આવ્યું નથી જેને લઇને અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે.
કોરોના કાળમાં ગુજરાતમાં રૂપાણી સરકાર ક્યાંકને ક્યાંક આરોગ્યલક્ષી સુવિધાઓ આપવામાં ઊણી ઉતરી હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ આવ્યું છે. છતાં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સરકારનો બચાવ કરવામાં આવી રહ્યો છે. જો કે સરકારનો બચાવ કરવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ક્યાં નૈતિકતાને અને રાજધર્મને ભૂલી ગયા હોય એવું પણ દેખાઈ રહ્યું છે, કારણ કે તાજેતરમાં જ એમણે એક નિવેદન આપ્યું હતું કે, " એક પણ હોસ્પિટલમાં એક પણ દર્દીનો ઓક્સિજનના અભાવે મૃત્યુ થયું હોય તેવો એક પણ કેસ બન્યો નથી." જોકે ગુજરાતની સાડા છ કરોડ જનતા સારી રીતે જાણે છે કે હોસ્પિટલોમાં બેડ ન મળવાથી, વેન્ટિલેટર ન મળવાથી, ઓક્સિજનના અભાવને કારણે લોકો મોતને ભેટ્યા હતા અને સ્મશાન પણ મૃતદેહો થી ગભરાઈ ગયા હતા. આટલું નગ્ન સત્ય હોવા છતાં પણ કોણ જાણે કેમ મુખ્યમંત્રી સત્ય સ્વીકારવામાં ક્યાંકને ક્યાંક પાછીપાની કરી રહ્યા છે.