ઊંઝામાં ચર્ચા : ભાજપ ગ્રુપમાં મહિલા નગરસેવકો સામે અસભ્ય પોસ્ટ કોણે મૂકી હતી ? : જિલ્લા પ્રમુખનો ઉડાઉ જવાબ
ઊંઝા ભાજપમાં અસંતોષ.
સંગઠન ટીમે બંધ બારણે ન.પા.ના નગરસેવકો ની બેઠક યોજી.
નગરસેવકો માં અસંતોષ હતો.
મહિલા કોર્પોરેટરો ને ટાર્ગેટ બનાવી ભાજપના સોશ્યલ મીડિયા ગ્રુપમાં અસભ્ય પોસ્ટ અંગે કરાઈ ફરિયાદ.
જિલ્લા પ્રમુખનો ઉડાઉ જવાબ.
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : સમય અગાઉ ઊંઝા નગરપાલિકાના બજેટ દરમિયાન ચાર જેટલા નગરસેવકો એ રાજીનામા ધરી દેતા ઊંઝાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. આ નગરસેવકો દ્વારા 'ના'રાજીનામા' ધરી દેવા પાછળનું કારણ એ ક્યાંકને ક્યાંક તેમની અવગણના થતી હોવાનું જાણવા મળ્યું હતું એટલું જ નહીં નગર પાલિકા પ્રમુખ અને તેમના મળતીયા ઓ દ્વારા જ નગર પાલિકાનો વહીવટ થતો હોવાની પણ વાતો વહેતી થઈ હતી. જેને લઇને ઊંઝા ભાજપમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં મોટું નુકસાન ન થાય તે માટે સંગઠન ની ટીમ ઊંઝા સુધી દોડી આવી હતી અને નગર પાલિકાના ભાજપના નગરસેવકની બંધ બારણે બેઠક યોજી હતી. આ બેઠકમાં બે જેટલા નગરસેવકો ગેરહાજર રહેતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા હતા.
જાણવા મળતી વિગતો અનુસાર બંધબારણે બેઠા યોજાયેલી બેઠકમાં ભાજપ જિલ્લા પ્રમુખ જશુભાઇ પટેલ તેમજ પ્રભારી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મહિલા કોર્પોરેટરોએ એવી ફરિયાદ કરી હતી કે ભાજપના સોશિયલ મીડિયા ગ્રુપમાં મહિલા કોર્પોરેટરો ને ટાર્ગેટ બનાવીને ભાજપના જ એક નેતાએ અસભ્ય પોસ્ટ કરાઈ હતી.આ અંગે ભાજપ જિલ્લા પ્રમુખ જશુભાઇ પટેલને પૂછતા તેમણે ઉડાઉ જવાબો આપીને વાતને ટાળવાનો પ્રયત્ન કર્યો હતો. એટલું જ નહીં પરંતુ યોજાયેલી બેઠકમાં પણ ભાજપ જિલ્લા પ્રમુખ દ્વારા માત્રને માત્ર ભેગા મળીને કામ કરવાની વાતને વારંવાર દોહરાવી સમસ્યાના મૂળ સુધી જવાનો પ્રયત્ન કરવાને બદલે ગાડી ઉંધા પાટે ચડી ગઈ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. જેને લઇને આગામી સમયમાં ઊંઝા ભાજપમાં હજુ પણ અસંતોષ વધી શકે તેવું ચર્ચાઈ રહ્યું છે.