ઊંઝા : નગરપાલિકામાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ પદનો તાજ કોના શિરે જશે ? નગરજનોમાં ચર્ચા

ઊંઝા :  નગરપાલિકામાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ પદનો તાજ કોના શિરે જશે ? નગરજનોમાં ચર્ચા

ઊંઝા નગરપાલિકાના પ્રમુખ ની ચૂંટણી મામલો 

 ઊંઝા નગરપાલિકા ના પ્રમુખ માટે લેવાશે સેન્સ 

મહેસાણા કમલમ ખાતે લેવામાં આવશે સેન્સ 

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : ગુજરાતની સૌથી વિવાદિત ઊંઝા નગરપાલિકામાં આગામી અઢી વર્ષ ના પ્રમુખ પદ માટે મહેસાણા કમલમ ખાતે સેન્સ લેવામાં આવનાર છે ત્યારે ઊંઝા નગરપાલિકામાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ પદનો તાજ કોના શિરે જશે એને લઈને નગરજનોમાં અનેક અટકળો થઈ રહી છે.

ઊંઝા નગરપાલિકામાં પૂર્વ ધારાસભ્ય સ્વ ડો.આશાબેન પટેલના નેતૃત્વમાં પ્રથમવાર ભાજપનું શાસન આવ્યું હતું અને રીંકુબેન પટેલને નગરપાલિકાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.જોકે કોરોના કાળ દરમિયાન આશાબેન પટેલ નું નિધન થતાં ઊંઝાને મોટી ખોટ પડી હતી. પરંતુ પ્રમુખ રીન્કુબેન પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલા કથિત કામોમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ આવતી રહી હતી જેને લીધે અઢી વર્ષ સુધી ઊંઝા નગરપાલિકા સતત વિવાદોમાં ઘેરાયેલી રહી છે.

ત્યારે હવે આગામી અઢી વર્ષ માટે નગરપાલિકામાં પ્રમુખ પદ કોને સોંપવામાં આવશે એને લઈને નગરજનોમાં અનેક તર્ક છે.ત્યારે એક ચર્ચા એવી ચાલી રહી છે કે શું વર્તમાન નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખ સહિતની જે બોડી છે એમાંથી કોઈના શિરે પ્રમુખ પદનો તાજ સોંપવામાં આવશે કે પછી અન્ય બિલકુલ નિર્વિવાદિત અને શહેરના વિકાસમાં ચાર ચાંદ લગાવી શકે એવા કોઈ કર્મનિષ્ઠ વ્યક્તિને નગરપાલિકાના પ્રમુખ પદનો તાજ આપવામાં આવશે ?

જોકે નગરપાલિકામાં પ્રમુખ પદનો તાજ પહેરવા માટે અનેક લોકોએ છેલ્લા કેટલાય સમયથી પોતાનું લોબિંગ શરૂ કરી દીધું છે .પરંતુ ખરેખર નગરજનો કોને પાલિકા પ્રમુખ તરીકે જોવા ઈચ્છે છે એ નગરજનોની , કાર્યકરોની પણ રાય લેવી પણ ખૂબ જ મહત્વની રહી. ભાજપનું હાઈ કમાન્ડ માત્ર અને માત્ર વોટબેંકની રાજનીતિને ધ્યાનમાં લઈને નગરપાલિકાના પ્રમુખ ની નિયુક્તિ કરશે કે પછી શહેરના વિકાસને ધ્યાનમાં લેશે ?

પ્રમુખ પદની રેસમાં કોણ કોણ ?

અલ્પેશ પટેલ 

દીક્ષિત પટેલ 

રાજુ પટેલ 

સંદીપ પટેલ 

મામુ પટેલ

અત્રે નોંધનીય છે કે તાજેતરમાં વોર્ડ નંબર 2 માં ભાજપ દ્વારા એવા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હતી કે જેને પક્ષ સાથે કોઈ જૂનો નાતો ન હતો. જો કે કાર્યકરોના પ્રયત્નોથી ભાજપ આ ચૂંટણી જીતવામાં સફળ તો રહ્યું પણ ક્યાંક ને ક્યાંક કાર્યકરોમાં છુપી નારાજગી પણ હજુ હોય તેવું માનવામાં આવી રહ્યું છે .ત્યારે નગરપાલિકાના પ્રમુખ પદનો તાજ યોગ્ય વ્યક્તિના શિરે ન જાય તો કદાચ આ નારાજગી ગમે ત્યારે સપાટી પર આવી શકે છે !