ઊંઝામાં ખળભળાટ : ભાજપના ભરત પટેલે અપક્ષ ઉમેદવારને સમર્થન જાહેર કરતાં રાજકારણ ગરમાયું, જાણો સમગ્ર વિગતો
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : ઊંઝા નગરપાલિકાની વોર્ડ નંબર 2 ની ચૂંટણીમાં અપક્ષ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે ત્યારે ખૂબ જ જોરદાર ચૂંટણી જંગ જામ્યો છે. ત્યારે આ ચૂંટણી જંગ વચ્ચે એકાએક વોર્ડ નંબર 2 ના સોશ્યલ મીડિયા ગ્રુપ માંથી ભાજપના સક્રિય કાર્યકર ભરત પટેલ ઉર્ફે બાપુને ભાજપના વોર્ડ 2 ના ઉમેદવારે remove કરતાં સમગ્ર કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
જોકે ભાજપના વોટ્સએપ ગ્રુપમાંથી રીમુવ કરાયેલ ભરત પટેલ ઉર્ફે બાપુ એ અપક્ષના ઉમેદવાર દિનેશભાઈ પટેલને સંપૂર્ણ સમર્થન જાહેર કરતા ઊંઝા ના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. અત્રે નોંધનીય છે કે ભરત પટેલ એક સામાજિક કાર્યકર છે અને વર્ષોથી તેઓ મા-બાપને ભૂલશો નહીં નામનો સામાજિક ઉત્થાન માટેનો કાર્યક્રમ આપી રહ્યા છે.તેઓ માત્ર ઊંઝા શહેર જ નહીં પરંતુ આ પંથકમાં ખૂબ જ પોતાના કાર્યક્રમને લઈને પ્રખ્યાત બન્યા છે.
મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથેની વાતચીતમાં ભરત પટેલે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપમાં એક સક્રિય કાર્યકરની ભૂમિકા નિભાવી રહ્યા છે અને પક્ષના અનેક કાર્યક્રમોમાં તેઓ સક્રિય બનીને કામગીરી કરતા આવ્યા છે ત્યારે એકાએક ભાજપના વોર્ડ નંબર બે ના whatsapp ગ્રુપમાંથી તેમને રિમૂવ કરાતા તેઓ ખુદ ચોકી ઉઠ્યા હતા. એટલું જ નહીં પરંતુ કોઈ પણ પ્રકાર ની જાણ કર્યા વિના તેમને whatsapp ગ્રુપમાંથી રીમુવ કરતા મામલો ગરમાયો હતો અને ભરત પટેલે અપક્ષના ઉમેદવાર ભરત પટેલ ઉર્ફે ડટ્ટાને સીધું સમર્થન જાહેર કરતા હવે રાજકારણ ગરમાયું છે.