ઊંઝા : ધારાસભ્ય ઊંઘતા ઝડપાયા ! લાલિયાવાડી નો વધુ એક કિસ્સો બહાર આવ્યો

ઊંઝા તાલુકામાં ચાર હજાર જેટલા રાશનકાર્ડ કાર્યરત ન હોવા અંગે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખે કલેકટરને કરી રજૂઆત

ઊંઝા : ધારાસભ્ય ઊંઘતા ઝડપાયા !  લાલિયાવાડી નો વધુ એક કિસ્સો બહાર આવ્યો

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : ઊંઝા ધારાસભ્ય કાર્યાલય માં લોકોના કામ નહિ થતાં હોઈ લોકોમાં નિરાશા વ્યાપી છે ત્યારે હવે લોકો ધારાસભ્ય કાર્યાલય ને છોડી ભાજપના અન્ય સક્રિય નેતાઓને પોતાની રજૂઆતો સંભળાવી રહ્યા હોવાનું ચર્ચાય છે.કારણ કે ધારાસભ્ય કાર્યાલય પર કાગળ માટે પણ ધક્કા ખાવા પડતા હોય લોકો છેવટે થાકીને હવે અન્ય સક્રિય નેતાઓ પાસે જવા લાગ્યા છે. તાજેતરમાં જ ઊંઝા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દ્વારા તાલુકાના 4000 જેટલા સુષુપ્ત રેશનકાર્ડ ચાલુ કરવા માટે કલેક્ટરને રજૂઆત કરાઈ છે.

ત્યારે મહત્વની વાત એ છે કે તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ દ્વારા રજૂઆત ત્યારે જ કરાઈ હશે જ્યારે લોકોની રજૂઆત તેમના સુધી પહોંચી હશે અને લોકોની રજૂઆત તેમના સુધી પહોંચી હશે એનો સીધો અર્થ એવો થાય છે કે લોકોએ હવે ધારાસભ્ય કાર્યાલયના ધક્કા ખાવાને બદલે જે નેતાઓ સક્રિય છે અને જેમની પાસે પોતાના કામ થવાની અપેક્ષા છે એવા નેતાઓને જ હવે રજૂઆત કરવાનું યોગ્ય માન્યું હશે.

( તસવીરમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સીતાબેન પટેલ (ઉપકાર) દ્રશ્યમાન થાય છે.)

ત્યારે બીજી બાજુ એવી પણ ચર્ચા છે કે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા કલેક્ટરને કરવામાં આવેલી રજૂઆત એ ધારાસભ્યની નિષ્ક્રિયતા દર્શાવે છે.ધારાસભ્ય ઊંઘતા ઝડપાયા છે. પોતાના વિસ્તારમાં 4000 થી વધારે રાશનકાર્ડ કાર્યરત નથી છતાં ધારાસભ્ય હજુ આ વાતથી અજાણ છે તો શું તેમના કાર્યાલયનો વહીવટ સંભાળનારા બની બેઠેલા નેતાઓ ધારાસભ્ય સુધી લોકોની રજૂઆત નહીં પહોંચાડતા હોય ? આ મુદ્દે પણ અનેક તર્ક શરૂ થયા છે.

તા.પં. પૂર્વપ્રમુખની કલેક્ટરને શું કરી રજૂઆત ?

ઊંઝાના 4હજાર સુષુપ્ત રેશનકાર્ડ પુનઃ ચાલુ કરવા રજૂઆત કરાઇ

ગરીબ પરિવારો હાલાકીનો સામનો કરી રહ્યા છે

ઊંઝા તાલુકામાં ઘણા સમયથી સુષુપ્ત થઈ ગયેલા રેશનકાર્ડને લઈ ઘણા ગરીબ પરિવારો હાલાકીનો સામનો કરી રહ્યા છે. જેને લઇ ગરીબ પરિવારો રાશન નહીં મળતાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જેથી કલેક્ટર મહેસાણાએ આ અંગે અંગત રસ લઈ જિલ્લા પુરવઠા અધિકારી તેમજ ઊંઝા મામલતદારને જરૂરી કાર્યવાહી કરવા ભલામણ કરાઈ છે. જો રેશનકાર્ડ સમયસર ચાલુ રહે તો ગરીબોને સરકાર તરફથી મળતી સહાય સમયસર મળી રહે તેમ છે.