સુરત : આવાસના રિઝર્વ પ્લોટમાં ખાનગી વાહનોનું પાર્કિંગ ! ગુનો નોધવા માંગ : પાયલ સાકરીયા

સુરત : આવાસના રિઝર્વ પ્લોટમાં ખાનગી વાહનોનું પાર્કિંગ ! ગુનો નોધવા માંગ : પાયલ સાકરીયા

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : સુરતના મગોબ ખાતે પાલિકા દ્વારા EWS આવાસ માટે રિઝર્વ પ્લોટ પર બિનઅધિકૃત કબજો કરી અસામાજિક તત્વો મોટા વાહનો પાર્કિંગ કરાવીને ગેરકાયદે ચાર્જ વસૂલી રહ્યાની રાવ સાથે આપ કોર્પોરેટર અને વિરોધ પક્ષ નેતાએ પાલિકા કમિશનરને લેન્ડગ્રેબિંગ ધારા મુજબ કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે, ટી.પી. નં-64 ડુંભાલ-મગોબના આર-22 વાળી જમીન EWSબિલ્ડિંગ બનાવવાના હેતુ સાથે રિઝર્વ હતી. જોકે, લાંબા વરાછા ઝોન-એના અધિકારીને પૂછતાં જમીન સોંપણી અંગે પણ કોઇ પરવાનગી અપાઇ ન હોવાનું ઉમેર્યું હતું. આ મામલે વિપક્ષ દ્વારા સ્થળ તપાસ કરાઇ હતી.

જોકે કેટલાક લોકો પાર્કિંગ થતા ખાનગી વાહનો પાસેથી ચાર્જ વસૂલ કરી રહ્યાની બાબત સામે આવતાં પાલિકા તિજોરીને પણ આર્થિક નુકસાનીની ફરિયાદ કરી હતી. આ બાબતે જવાબદાર અધિકારીઓ જાણકાર હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યાનો પણ આક્ષેપ કરી અધિકારીઓની સંડોવણી અંગે પણ તટસ્થ તપાસની માંગ કરાઇ છે.