સુરત : SMC વિપક્ષ નેતા પાયલ સાકરીયા ખરા અર્થમાં બન્યાં આમ આદમી : આરોગ્ય કર્મચારીઓ ચોંકી ગયા, જાણો સમગ્ર હકીકત
સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરીયા આમ આદમી બનીને હેલ્થ સેન્ટર માં ખાંસી ની સારવાર માટે પહોંચ્યાં
SMC માં સૌથી નાની વયનાં નેતા પાયલ સાકરીયા છે આમ આદમી પાર્ટી નાં વિપક્ષ નેતા
સામાન્ય દર્દીઓની જેમ લાઈનમાં ઊભા રહી નોધાવ્યો કેસ
આમ આદમી બનીને હેલ્થ સેન્ટર ની કામગીરીનું કર્યું નિરીક્ષણ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : હાલના સમયમાં વીઆઈપી કલ્ચરની ભારે બોલબાલા છે.ત્યારે આમ જનતાને વિવિધ સરકારી કચેરીઓમાં કેટલી હાલાકી પડતી હોય છે એ તપાસવા માટે જો વીવીઆઈપી આમ આદમી બનીને જાય તો જ ખબર પડે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ પુણા ગામ સ્થિત હેલ્થ સેન્ટરમાં આમ આદમી બનીને પોતાનો કેસ નોંધાવ્યો હતો અને હેલ્થ સેન્ટરની કામગીરી નું નિરીક્ષણ કર્યું હતું
પ્રાપ્ત વિગતો અનુસાર, આજરોજ સવારે સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરિયા ખાંસી ની ફરિયાદ લઈને પુણા હેલ્થ સેન્ટર માં ગયાં હતાં. સામાન્ય દર્દીઓની જેમ જ લાઈન માં ઉભા રહ્યા હતાં. અને સાથે નિરીક્ષણ પણ કરતાં હતાં કે દર્દીઓ સાથે કેવો વ્યવહાર થાય છે.
પણ કેસ પેપર માં નામ લખવાનું આવતા પાયલ સાકરીયા વાંચીને હેલ્થ સેન્ટર નાં કર્મચારીઓ અવઢવ માં મુકાઈ ગયાં કે આ વિપક્ષ નેતા જ છે કે બીજું કોઈ?પછી ખાતરી થતા હેલ્થ કર્મીઓ પણ મૂંઝાયા હતાં અને પ્રોટોકોલ પ્રમાણે વિપક્ષ નેતા ને પ્રાથમિકતા આપી હતી. જો કે સમગ્ર ઘટનાક્રમ માં આરોગ્યકર્મીઓ માં પણ ખુશી ની લાગણી છવાઈ હતી.