ગુજરાતમાં ભાજપ કોનાથી ડરી રહી છે ? સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપને કોનાથી છે ખતરો ?
ભાજપના નેતાઓને તાયફાઓ કરવાની છૂટ જ્યારે સામાન્ય વર્ગ પાસેથી માસ્ક ના નામે હજાર રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે.
ભાજપના કાર્યક્રમોમાં covid ના તમામ નિયમોનું ઉલ્લંઘન થાય છતાં સરકારના આંખ આડા કાન માટે ?
શું ખરેખર ગુજરાતમાં લોકશાહી છે કે પછી ભાજપની તાનાશાહી ની સરકાર છે ?
આમ આદમી પાર્ટીના કાર્યક્રમોને થતા શા માટે ભાજપ અટકાવી રહી છે ? શું ખરેખર ભાજપ આમ આદમી પાર્ટી થી ડરી ગઈ છે ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ગુજરાતમાં જ્યારથી રૂપાણી શાસનની શરૂઆત થઈ છે ત્યારથી લોકશાહીનું દિનપ્રતિદિન ચીર હરણ થઈ રહ્યું છે. સરકારે લાગુ કરેલા કાયદાઓ માત્ર અને માત્ર આમ જનતા માટે જ હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહયું છે કારણકે કોરોના જેવી મહામારીમાં પણ ભાજપના નેતાઓ મનફાવે તેમ મેફીલ જમાવતા હોવા છતાં પણ કોઈની સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી નહિ કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણી ધૃતરાષ્ટ્રની ભૂમિકા અદા કરી રહ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપે પોતાનું સામ્રાજ્ય જમાવવા માટે એડી ચોટીનું જોર લગાવવાનું શરુ કર્યું છે. કોરોના જેવી મહામારીમાં પણ ભાજપના નેતાઓ દ્વારા અનેક મસમોટા તાયફાઓ રચવામાં આવી રહયા છે. પરંતુ એમના માટે કોઈપણ સરકાર ના નિયમો લાગુ પડતા નથી. જ્યારે જો કોઈ અન્ય રાજકીય પાર્ટી આવા તાયફાઓ કરવાનો પ્રયત્ન સુધ્ધા કરે તો તરત જ તેમની અટકાયત કરી દેવામાં આવે છે. ત્યારે સવાલ એ થાય છે કે શું ખરેખર ગુજરાતમાં લોકશાહી છે કે પછી તાનાશાહી ?
જોકે સૌથી મોટી આશ્ચર્યની વાત તો એ છે કે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ગુજરાતમાં આમ આદમી પાર્ટી થી ડરી રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં ગુજરાત દેશનું મોડેલ રાજ્ય હતું. વિદેશમાં પણ એની સુવાસ પ્રસરી હતી અને આ જ ગુજરાત મોડેલ ના સહારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વર્તમાન પ્રધાનમંત્રી બની ગયા. પરંતુ નરેન્દ્ર મોદીના દિલ્હી ગમન બાદ ગુજરાતમાં રૂપાણી સરકારના શાસનમાં ગુજરાત મોડેલ એટલી હદે બદનામ થયું કે હવે દેશમાં કેજરીવાલના દિલ્હી મોડેલની ચર્ચાઓ થવા લાગી છે.
કેજરીવાલનું દિલ્હી મોડલ હવે સમગ્ર દેશમાં ધીરે ધીરે લોકપ્રિય બની રહ્યું છે. ત્યારે આ દિલ્હી મોડેલ ના સહારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઝંપલાવવા માટે કમર કસી રહી છે. જોકે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં એન્ટ્રી મારતી રોકવા માટે ગુજરાતની રૂપાણી સરકારે લોકશાહીને નેવે મૂકીને સામ-દામ-દંડ-ભેદ નિતી અખત્યાર શરૂ કરી દીધી છે. ત્યારે ખરેખર ગુજરાતમાં લોકશાહી નહિ પરંતુ તાનાશાહી ની સરકાર હોય તેવું હવે બુદ્ધિજીવી વર્ગ માની રહ્યો છે.