સુરત : વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ મેયર માવાણીના દાવાઓની ખોલી પોલ, જાણીને તમને પણ આવશે ગુસ્સો

સુરત : વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ મેયર માવાણીના દાવાઓની ખોલી પોલ, જાણીને તમને પણ આવશે ગુસ્સો

સુરત નાં પોશ ઘોડદોડ રોડ વિસ્તાર માં શ્રીનગર સોસાયટી માં છેલ્લા 10 દિવસ થી પાણી માટે લોકોના વલખા

મેયર માવાણી એસી ચેમ્બરમાંથી જ જાહેર કરે છે કે પાણી ની સમસ્યા દૂર થઈ ગઈ : પાયલ સાકરીયા

છેલ્લા કેટલાય સમય થી લોકો પોતાના સગા સંબંધી ને ત્યાં પાણી લેવા જવા મજબૂર

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : સુરત મહાનગરપાલિકા વોર્ડ નં. 20 માં શહેર નાં પોશ ગણાતા ઘોડદોડ રોડ વિસ્તારમાં શ્રીનગર સોસાયટીમાં છેલ્લા 10 દિવસથી પાણી આવતું ન હોવાની ફરિયાદ વિપક્ષ નેતા પાયલ સાકરીયા ને મળતા, તે વોર્ડ નાં સ્થાનિક મુકેશ પસીયાવાલા, ધવલ પચ્ચિગર અને વોર્ડ નાં કાર્યકર્તાઓને સાથે રાખી રૂબરૂ મુલાકાત કરી. સ્થળ પર પહોંચતા ત્યાંના રહીશો એ જણાવ્યું કે, તેઓ હાલ સગા સંબંધીના ઘરે ન્હાવા જવા મજબુર બન્યા છે પીવાના પાણી માટે પણ ઓળખીતાઓના ઘરે પાણી ભરવા જવું પડે છે. જાણે પાણી ની ભીખ માંગતા હોઈએ એવી લાગણી અનુભવીએ છીએ. તેમજ છેલ્લા ત્રણ મહિનાથી જે પાણી આવતું તેમાં પણ દુર્ગંધ વાળું અને ગંદુ આવતું હતું અને છેલ્લા 10 દિવસથી સાવ નથી આવતું.

જે બાબતે વિપક્ષ નેતા પાયલ સાકરીયા એ જણાવ્યું કે, આ સ્થિતિ ખુબ જ ગંભીર કહીં શકાય તેવી છે. મેયર મહોદય ફક્ત એસી ઓફિસ માં બેસીને જાહેર કરી દે છે કે હવે શહેર માં પાણી ની કોઈ સમસ્યા નથી. ઓફિસ માંથી બહાર નીકળીને લોકોને સમક્ષ જાય તો ખબર પડે કે વાસ્તવિકતા શું છે. શું મેયર સુરત ની જનતા ને ગુમરાહ કરી રહ્યા છે? તેવો વેધક પ્રશ્ન પાયલ સાકરીયા એ પૂછ્યો હતો.આ ગંભીર મામલા બાબતે રહીશોની રજૂઆતો સાંભળીને અધિકારીને આ સમસ્યા નું નિરાકરણ લાવવા માટે વિપક્ષ નેતાએ સૂચનો કર્યા.