પર્યટકો અને સહેલાણીઓ માટે ગુડ ન્યૂઝ : ઉનાળાની ગરમીમાં હિલ સ્ટેશનો ની અનુભૂતિ કરાવતું મહેસાણાનું બ્લીસ વોટર પાર્ક

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( જશવંત પટેલ ) : ઉનાળાની ગરમીમાં ઠંડક મેળવવા માટે લોકો માઉન્ટ આબુ, સાપુતારા જેવા પર્યટક સ્થળો તરફ જતા હોય છે. ત્યારે કેટલાક લોકો સીમલા અને મનાલી નો પણ પ્રવાસ કરતા હોય છે. પરંતુ ઉત્તર ગુજરાતના લોકો માટે માઉન્ટ આબુ, સાપુતારા, સીમલા - કુલુ - મનાલી જેવા સ્થળો નો નજારો એક જ સ્થળે અને એ પણ ઓછા ખર્ચમાં માણવા મળે એવા એક વિશાળ વોટરપાર્ક નું નિર્માણ થયેલું છે. જેને બ્લીસ વોટરપાર્ક તરીકે ઓળખવામાં આવે છે.
આ વોટરપાર્ક એ ગુજરાતનું સૌથી મોટું અને વિવિધ, સવિશેષ આકર્ષણો ધરાવતું વોટરપાર્ક છે. જ્યાં બાળકો સહિત સહ પરિવાર ઉનાળાની ગરમીમાં લોકો મનોરંજન મેળવી શકે છે અને આબુ, સાપુતારા, સીમલા - મનાલી જેવા ખુશનુમા વાતાવરણ નો અનુભવ કરી શકે છે. જોકે ઉનાળા ઉપરાંત બારેમાસ અહીં મોટી સંખ્યામાં પર્યટકો અને સહેલાણીઓ ઉમટી પડતા જોવા મળે છે. અમદાવાદ મહેસાણા પાલનપુર રોડ પરથી પસાર થનારા લોકો માટે આ વોટરપાર્ક એક સવિશેષ આકર્ષણ પેદા કરે છે.
મહેસાણાના બ્લિસ વોટરપાર્ક, જેને Bliss Aqua World તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું સંચાલન વારાહી ડેવલોપર્સ અને ઉમિયા ડેવલોપર્સ દ્વારા કરવામાં આવે છે. આ બંને ડેવલપર્સે તેમના નિર્માણ ક્ષેત્રના દાયકાઓના અનુભવ અને દૃઢ દૃષ્ટિ સાથે આ આંતરરાષ્ટ્રીય સ્તરના વોટરપાર્કનું નિર્માણ કર્યું છે. આ પ્રોજેક્ટ પાછળ છ ઊર્જાવાન અને પ્રતિબદ્ધ ડિરેક્ટરોની ટીમ છે, જેમણે ચાર વર્ષના સતત પ્રયત્નો બાદ આ વિશાળ અને આકર્ષક વોટરપાર્ક ઊભું કર્યું છે .
આ ઉપરાંત, Bliss Aqua World Bliss Aqua Private Limited નામની કંપની દ્વારા સંચાલિત છે. Bliss Aqua World મહેસાણાની નજીક, મોટી દાઉ ગામ ખાતે મહેસાણા-ઉંઝા હાઇવે પર સ્થિત છે. આ વોટરપાર્કમાં 40થી વધુ રાઈડ્સ, ફેમિલી ઝોન, રેઈન ડાન્સ, અને વિવિધ ફૂડ કોર્ટ્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સ્થળ પરિવાર સાથે મજા માણવા માટે એક ઉત્તમ વિકલ્પ છે.
લોકેશન: મોટીદાઉ ગામ, મહેસાણા-ઉંઝા હાઈવે, મહેસાણા, ગુજરાત 384120
એક્સેસ: મહેસાણા શહેરથી આશરે 7 કિમી દૂર, અમદાવાદથી લગભગ 1.5 કલાકનો ડ્રાઈવ
વધુ માહિતી માટે, તમે તેમના અધિકૃત વેબસાઇટ blissaquaworldresort.com પર મુલાકાત લઈ શકો છો.