સુરત : ' સાહેબ ! પીવાના પાણીમાં વાસ આવે છે ' ફરિયાદ મળતાં જ પાલિકા કમિશ્નર એક્શન મોડમાં, લીધો મોટો નિર્ણય
મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : સુરતમાં લોકોને પીવા માટે કોઝ વે પાસે સંગ્રહ કરાયેલ પાણી દુર્ગંધ મારતું હોવાથી પીવાના પાણીમાં વાસ આવવાનેે લઈ મોર્નિંગ ન્યુઝ ફોકસ અખબારના તંત્રી જશવંત પટેલે બે દિવસ અગાઉ પાલિકા કમિશ્નર બાંછાનિધિ પાની ને ટેલિફોનિક ફરિયાદ કરી હતી.ત્યારે તેમણે બે દિવસમાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાની ખાતરી આપી હતી.
જો કે ફરિયાદ મળતાની સાથે જ પાલિકા કમિશ્નર એક્શન મોડમાં આવી ગયા હતા.અને તેમણે આ અંગેની સંપૂર્ણ વિગતો મેળવી છેવટે એવો નિષ્કર્ષ કાઢ્યો કે કોઝ વે માં પાણીનું લેવલ નીચું જતાં પીવાના પાણીમાં માત્ર વાસ આવવાની ઘટના બની છે.
જો કે આ અંગે તેમણે ઉકાઈ ડેમમાંથી તાત્કાલિક પાણી છોડવા માટે આદેશ કર્યો છે.કારણ કે જો કોઝ વે માં નવું પાણી આવે તો લેવલ વધવા લેવલ વધવાથી પાણી માંથી વાસ આવવાની સમસ્યા દૂર થઈ જાય.જેથી ઉકાઈ ડેમ માંથી પાણી છોડવાનો કમિશ્નરે આદેશ આપી દીધો છે.
ત્યારે ઉકાઈ માંથી 24 કલાક સુધી ઉકાઈના ત્રણ દરવાજા ખોલી 17 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.કમિશ્નરના આદેશને પગલે સિંચાઈ વિભાગે ગુરુવારથી 17 હજાર ક્યુસેક પાણી છોડવાનું શરૂ કર્યું છે. ત્યારે હવે કોઝ વે ના જૂના પાણીમાં નવું પાણી ઉમેરાતા પાણીનું સ્તર વધશે એટલે પમ્પીગ સ્ટેશનોમાં ફિલ્ટર માટે આવતું પાણી ઉપરના સ્તર માંથી ખેંચાતા પાણી માંથી વાસ આવવાની સમસ્યા હવે દૂર થઈ જશે.અત્રે નોંધનીય છે કે પાણી માંથી માત્ર વાસ આવવાની જ સમસ્યા હતી.પીવા માટે પાણી આરોગ્યની દ્રષ્ટિએ નુકશાનકારક ન હતું.