દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વેકસીન અને ઓક્સિજન મુદ્દે આપ્યું મહત્વનું નિવેદન, જાણો શુ કહ્યું ?
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે જો કેન્દ્ર સરકાર પૂરતો સપ્લાય પૂરો પાડે તો 3 મહિનામાં આખી દિલ્હીને વેક્સિન આપી દઈશું.
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : કોરોના કહેર ને પરિણામે અનેક શહેરોની સ્થિતિ ખૂબ જ દયનીય બની છે જોકે ગુજરાત ઉપરાંત દિલ્હીમાં પણ છેલ્લા કેટલાક સમયથી કોરોના કિસ્સાઓમાં વધારો જોવા મળ્યો હતો પરંતુ હાલમાં કેજરીવાલ સરકાર ના દીર્ઘદ્રષ્ટિ આયોજનને કારણે દિલ્હીમાં એક દિવસમાં કોરોનાના કેસોમા લગભગ 2000 જેટલો ઘટાડો નોંધાયો છે.દિલ્હીનો પોઝિટિવીટી રેટ પણ 24.29 ટકા રહ્યો છે. છેલ્લા લગભગ 9 દિવસથી પોઝિટિવીટી રેટમાં ઘટાડો આવી રહ્યો છે.
મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું છે કે અમને રોજનો 700 મેટ્રિક ટન ઓક્સિજન મળશે તો અમે કોરોનાથી કોઈને પણ મરવા નહીં દઈએ. આટલા ઓક્સિજનથી અમે દિલ્હીમાં 9000-9500 બેડ ઉપલબ્ધ કરી શકીશું. અમે ઓક્સિજન બેડ પૂરા પાડી શકીશું.
કેન્દ્ર સરકારે દિલ્હીને આજે 730 મેટ્રિક ટન ઓક્સિજન પૂરો પાડતા CM અરવિંદ કેજરીવાલે મોદી સરકારનો આભાર માન્યો છે. કેજરીવાલે સરકાર અને કોર્ટનો આભાર માનતા જણાવ્યું કે આટલા ઓક્સિજનથી ઘણા લોકોના જીવ બચી જશે.મહામારી નિષ્ણાંતોએ જણાવ્યું કે હવે દિલ્હીનો ગ્રાફ ધીરે ધીરે નીચે આવી રહ્યો છે. જો આગામી થોડા સમય સુધી આ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો દિલ્હી વહેલી તકે કોરોના મુક્ત બનશે.