ગિફ્ટ સિટી અંગેની મહત્વની અપડેટઃ UAE, જાપાન, ઓસ્ટ્રેલિયાની કંપનીઓની રોકાણની જાહેરાત

ગિફ્ટ સિટી અંગેની મહત્વની અપડેટઃ UAE, જાપાન, ઓસ્ટ્રેલિયાની કંપનીઓની રોકાણની જાહેરાત

Mnf network:  વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન ગિફ્ટ સિટી અંગે મહત્વની કેટલીક અપડેટ સામે આવી છે. UAE, જાપાન, ઓસ્ટ્રેલિયાની કંપનીઓની રોકાણની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી ગિફ્ટ સિટીમાં સ્થાપિત થનાર પ્રથમ સોવેરિયન ફંડ બન્યું છે. અગ્રણી ફંડ એડમિનિસ્ટ્રેટર પૈકીના એક એપેક્સ ગ્રૂપે ફંડ એડમિનિસ્ટ્રેટર અને ફંડ એકાઉન્ટિંગ સર્વિસ પ્રોવાઇડર તરીકે ગિફ્ટ સિટીમાં તેમની ઓફિસની સ્થાપના કરી છે. એપેક્સ ગ્રૂપ 3 વર્ષના સમયગાળામાં આશરે 1000 લોકોને રોજગારી આપશે.

મિઝુહો બેંક ગિફ્ટ IFSCમાં IFSC બેંકિંગ એકમ સ્થાપિત કરનારી બીજી જાપાનીઝ બેંક બની છે.ડેકિન યુનિવર્સિટીએ ગિફ્ટ સિટીમાં તેમના કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. ડેકિન યુનિવર્સિટીના ચાન્સેલર અને વાઇસ ચાન્સેલરે કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. માનનીય પ્રધાનમંત્રીએ ડેકિન યુનિવર્સિટી સાથે એક-એક બેઠક યોજી હતી. ટ્રાન્સવર્લ્ડ ગ્રૂપે ગિફ્ટ IFSCમાં શિપ લીઝિંગ અને એરક્રાફ્ટ લીઝિંગ પ્રવૃત્તિઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. ટ્રાન્સવર્લ્ડ એ યુઇએ સ્થિત અગ્રણી જૂથોમાંનું એક છે.