ઊંઝા : તત્કાલીન પાલિકા પ્રમુખ મણિલાલ પટેલ(ઘી) ની આ કામગીરી ને નગરજનો આજે પણ યાદ કરે છે, જાણીને કરશો પ્રશંસા

ઊંઝા : તત્કાલીન પાલિકા પ્રમુખ મણિલાલ પટેલ(ઘી) ની આ કામગીરી ને નગરજનો આજે પણ યાદ કરે છે, જાણીને કરશો પ્રશંસા

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( જશવંત પટેલ ) : ઊંઝા નગર પાલિકા માં કોરોના કાળ દરમિયાન પૂર્વ ધારાસભ્ય ડો.આશાબેન પટેલના નેતૃત્વમાં અને તત્કાલીન પાલિકા પ્રમુખ મણીભાઈ પટેલ (ઘી ) ના કાર્યકાળમાં  અભૂતપૂર્વક કામગીરી કરવામાં આવી હતી.

આમ કોરોના કાળમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર તત્કાલીન પાલિકા પ્રમુખ મણિલાલ પટેલ ઘીનો આજે જન્મદિવસ છે ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે તત્કાલીન પાલિકા પ્રમુખ મણીલાલ પટેલને પોતાના પાલિકા પ્રમુખ તરીકેના કાર્યકાળમાં જ લાખો કરોડો પાટીદારોની આસ્થા નું ધામ એવા ઊંઝા ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞ સમયમાં રોડ-રસ્તા,સફાઈ,પાણી જેવી અનેકો સુવિધાઓ ખૂબજ ટૂંકા સમયમાં સંપન્ન કરી वसुधैव कुटुम्बकम् ની ભાવના સાથે સમગ્ર ઊંઝા પંથકમાં વિકાસની અનેકો સિદ્ધિઓને આગવી ઓળખ અપાવી હતી.ત્યારે આવા ઝડપી નિર્ણય લેવાની આગવી સૂઝબુજ ધરાવતા તત્કાલીન પાલિકા પ્રમુખને પાલિકાના નગરસેવકો અને ઊંઝા નગરજનોએ સોશિયલ મીડિયા થકી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે. મોર્નિંગ ન્યુઝ ફોકસ પરિવાર દ્વારા પણ તત્કાલીન પાલિકા પ્રમુખને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.