ઉત્તરાયણમાં મોદી, રામ મંદિર, ચંદ્રયાનવાળી પતંગો આકાશમાં છવાશે
Mnf network: નવા વર્ષની શરૂઆત સાથે આવતો તહેવાર એટલે ઉત્તરાયણ. ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. બજારોમાં પતંગ, દોરા, ફીરકીનાં માલ વેપારીઓ દ્વારા મંગાવી લેવામાં આવ્યો છે. હાલ બજારમાં મોટા પ્રમાણમાં ઘરાકી જોવા મળી રહી છે.
બજારમાં પતંગના વેપારીઓ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, દિવાળીનો તહેવાર પૂર્ણ થયાની સાથે જ પતંગની ખરીદી શરુ કરી દેવામાં આવે છે.
કાગળની પતંગની સાઇઝ અઢીથી લઇને સાડા બાવન સુધીની છે. કાગળ અને કોથળીની પતંગોમાં પણ અવનવી ડિઝાઇનો જેવી કે, મોદીજીના ચિત્રવાળી, અમિત શાહ, રામ મંદિર, હેપી ન્યુ યર-2024, ચંદ્રયાન જુદા જુદા કાર્ટુનવાળી વગેરે જોવા મળી રહી છે. હાલ બજારમાં આ દરેક પ્રકારની પતંગો ઉપલબ્ધ છે.
વધુમાં જણાવ્યું હતું કે દિવાળી બાદ જ ઉત્તર પ્રદેશ, બિહારથી કારીગરો શહેરમાં આવી દોરા ઘસવાની કામગીરી શરુ કરી દેવામાં આવે છે. જેમાં આ વર્ષે ફીરકીના ભાવમાં 20 ટકાનો ભાવ વધારો થયેલ છે. કાચા માલમાં થયેલ ભાવ વધારાને કારણે ફિરકીના ભાવમાં પણ આ વર્ષે વધારો નોંધાયો છે. ફિરકીની કિંમત રૂા.350 થી 1 હજાર સુધીની છે
.