આસામ પોલીસે 3.5 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું, ત્રણ દાણચોરોની ધરપકડ
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : આસામ પોલીસે કરીમગંજ જિલ્લામાંથી 3.5 કરોડ રૂપિયાના માદક દ્રવ્યો જપ્ત કર્યા છે. આ સંબંધમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કરીમગંજના એસપી પાર્થ પ્રતિમ દાસે આઈએએનએસને જણાવ્યા મુજબ, ગુપ્ત માહિતીના આધારે શુક્રવારે રાત્રે મિઝોરમ સરહદે રતબારી વિસ્તારમાં ઓપરેશન શરૂ કરાયું હતું. મિઝોરમથી આવતા એક વાહન માંથી સાબુના બોક્સમાં ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હતું.
પોલીસે 52 સાબુની પેટીઓમાંથી ઓછામાં ઓછું 563 ગ્રામ હેરોઈન જપ્ત કર્યું હતું. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ ગિયાસ ઉદ્દીન, નુમાન ઉદ્દીન અને અબુ બકર તરીકે થઈ છે. તેમાંથી ગિયાસ ઉદ્દીન ત્રિપુરાના વતની છે, જ્યારે અન્ય બે કરીમગંજ જિલ્લાના છે. આંતરરાજ્ય ડ્રગ હેરફેરમાં વધુ કડીઓ શોધવા માટે પોલીસે ત્રણેયની પૂછપરછ કરી છે. વધુ તપાસ ચાલુ છે.