મહેસાણા : ખેરાલુમાં પથ્થરમારા ની ઘટના બાદ હાલ કેવી છે સ્થિતિ ? જાણો
ખેરાલુમાં હાલ માહોલ શાંતિપૂર્ણ...
શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલો ખડકી દેવાયો
પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાજર
ભગવાન રામ ની યાત્રા માં ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી શોભાયાત્રામાં જોડાયા.
MNF NEWS NETWORK : અયોધ્યામાં આવતીકાલે થનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજે ખેરાલુ માં નીકળેલી શોભાયાત્રા પર ચોક્કસ કોમના લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને લઇને તંગદિલી નું વાતાવરણ સર્જાયું હતું. ત્યારે તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં ખેરાલુમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. અને શાંતિપૂર્ણ માહોલ નું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો બીજી બાજુ આ યાત્રામાં ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી પણ જોડાયા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.