Breaking : લ્યો બોલો ! આરોગ્યમંત્રીના વતનમાં ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ કોંગ્રેસ ના શિરે જશે !
....તો આરોગ્ય મંત્રી અને ભાજપ જિલ્લા પ્રમુખનું 'નાક કપાશે' !
વિસનગર તાલુકા પંચાયતમાં આગામી અઢી વર્ષ માટે એસ.સી.સ્ત્રી ઉમેદવાર ની સીટ
ભાજપ પાસે એસ.સી. સ્ત્રીઉમેદવાર નથી : તાલુકા ભાજપ પ્રમુખ
એક માત્ર કોંગ્રેસ પાસે જ એક એસ.સી.સ્ત્રી ઉમેદવાર છે
મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ રાજગોરના ઉડાવ જવાબ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ગુજરાત ની ભાજપ સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ના વતન વિસનગર માં તાલુકા પંચાયતની પ્રમુખ પદની અઢી વર્ષની ટર્મ આવનાર 15 સપ્ટેમ્બરે પૂર્ણ થાય છે ત્યારે નવા પ્રમુખ તરીકે એસસી સ્ત્રી ઉમેદવારની રિઝર્વ સીટ આવી છે. પરંતુ વિસનગર તાલુકા પંચાયતમાં ભાજપ પાસે એક પણ એસસી સ્ત્રી ઉમેદવાર નથી. જ્યારે કોંગ્રેસમાં એકમાત્ર એસસી સ્ત્રી ઉમેદવાર છે.ત્યારે હવે ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ નો તાજ કોના સિરે જશે તેને લઈને વિસનગર સહિત સમગ્ર મહેસાણા જિલ્લામાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
વિસનગર તાલુકા પંચાયત મા હાલમાં ભાજપનું શાસન છે. પરંતુ આગામી અઢી વર્ષની ટર્મમાં વિસનગર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પદ ભાર સંભાળવા માટે ભાજપ પાસે કોઈ એસસી સ્ત્રી જ ઉમેદવાર નથી જેને લઈને કદાચ ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવાર ને ના છૂટકે પ્રમુખ બનાવવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
આ અંગે જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ ને મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ ઊંઘતા ઝડપાઈ ગયા હતા. તેમણે તાલુકા પંચાયતના આગામી પ્રમુખ પદના ઉમેદવાર માટે એસ.સી .સ્ત્રી કેન્ડિડેટ ન હોવા છતાં પણ એવું નિવેદન આપ્યું કે એ તો અમારો ઉમેદવાર જ પ્રમુખ બનશે. જાણે કોઈ પેરાશૂટ ઉમેદવાર લાવી અને બેસાડી દેવાના હોય તેવી વાહિયાત વાતો કરીને ઉડાવ જવાબ આપી જિલ્લા પ્રમુખ રાજગોરે ફોન કાપી નાખ્યો હતો.
બીજી બાજુ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કે જેઓ પોતાની આરોગ્ય લક્ષી સેવાઓ જનતાને પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યા છે એવા આરોગ્ય મંત્રીના ઘરમાં જ જાણે મોટું ગાબડું સર્જાયું હોય તેવી સ્થિતિ પેદા થઈ છે. જોકે વિસનગર તાલુકા પંચાયત ના પ્રમુખ માટે ભાજપ પાસે કોઈ એસસી સ્ત્રી ઉમેદવાર જ નથી એ વાત દર્શાવે છે કે વિસનગર સહિત સમગ્ર મહેસાણા જિલ્લા ભાજપ આ બાબતે કેટલું બે જવાબદાર છે તે દેખાઈ આવે છે. હવે જોવું એ રહ્યું કે આગામી સમયમાં વિસનગર તાલુકા પંચાયતમાં તાલુકા પંચાયત પ્રમુખ નો તાજ કોના સીરે જશે ? વિસનગર ભાજપ હવે કોના ઘુંટણીએ પડીને પ્રમુખ પદનો તાજ સાચવી રાખવામાં સફળ થશે?