ગુજરાતમાં ધોરણ 3થી 8 માટેની પરીક્ષાની તારીખો જાહેર

Mnf network: રાજ્ય કક્ષાએથી દ્વિતીય સત્રાંત પરીક્ષાની તારીખોની જાહેર કરવામાં આવી છે. ધોરણ 3થી 8 માટેની દ્વિતીય સત્રાંત પરીક્ષા 4 થી 23 એપ્રિલ 2024 સુધી યોજાશે. રાજ્યમાં એકસૂત્રતા રહે તે માટે સમાન સમયપત્રક તૈયાર કરાયું છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં સમાન સમયપત્રકનો અમલ થશે. સમયપત્રકમાં જાહેર કરેલ તારીખો પ્રમાણે કામગીરી કરાશે.
રાજ્યમાં 4થી 23 એપ્રિલ 2024 દ્વિતીય સત્રાંત પરીક્ષામાં ધોરણ 3 અને 4ના વિદ્યાથીઓએ પેપરમાં જ જવાબ લખવાના રહેશે તો ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓએ અલગ ઉત્તરવહીમાં જવાબ લખવાના રહેશે. ધોરણ 5 થી 8માં નાપાસ થનાર વિદ્યાર્થીઓની 2 મહિનામાં ફરી પરીક્ષા યોજવાની રહેશે. GCERT દ્વારા ગુજરાતની પ્રાથમિક શાળાઓ માટે દ્વિતીય સત્રાંત પરીક્ષાનુ સમયપત્રક જાહેર કરવામા આવ્યુ છે.
શાળાના વિદ્યાર્થીઓ મોટા ભાગે ઉનાળુ વેકેશનની કાગડોળે રાહ જોતા હોય છે. આપણે ત્યાંન પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષા બાદ પરિણામ જાહેર કરવામા આવે છે અને ત્યારબાદ 35 દિવસ માટે ઉનાળુ વેકેશન પડતુ હોય છે. જોકે હવે આ વર્ષે 6 મે 2024 થી ઉનાળુ વેકેશન પડે તેવી શકયતાઓ છે. પણ ઉનાળુ વેકેશનની તારીખ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.