Breaking: ઊંઝા નગર પાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલે પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું

Breaking: ઊંઝા નગર પાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલે પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું

સંપૂર્ણ ભાજપ શાસિત ઊંઝા નગરપાલિકાના પ્રમુખ દીક્ષિત પટેલે પ્રમુખ પદ પરથી આપ્યું રાજીનામું

ઊંઝા નગરપાલિકામાં ભાજપની સંપૂર્ણ બહુમતી છતાં દીક્ષિત પટેલે પ્રમુખ પદેથી શા માટે આપ્યું રાજીનામું ?

માત્ર ચાર મહિનાના ટૂંકા ગાળામાં પ્રમુખ પદ પરથી આપ્યું રાજીનામું

પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન દીક્ષિત પટેલે માત્ર ચાર મહિનામાં ઊંઝા નગરપાલિકાની પ્રતિષ્ઠાને લગાવ્યા હતા ચાર ચાંદ લગાવ્યા હતા

દીક્ષિત પટેલે શહેરના વિકાસ માટે કાર્યકાળના 17 અઠવાડિયા માં 17 મહત્વના નિર્ણયો લીધા

ઊંઝા નગરપાલિકાને ઉત્તર ગુજરાતની સૌપ્રથમ આઇ.એસ.ઓ સર્ટિફાઇડ નગરપાલિકા બનાવી હતી

દીક્ષિત પટેલને પક્ષમાં નવી જવાબદારી મળે તેવી શક્યતાઓ 

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : ઉત્તર ગુજરાતની એક માત્ર ઊંઝા નગર પાલિકાને ISO સર્ટિફાઇડ બનાવનાર સૌથી સક્રિય પાલિકા પ્રમુખ દીક્ષિત ભાઈ પટેલે માત્ર ચાર માસના ટૂંકા ગાળા માં જ પ્રમુખપદે થી રાજીનામું આપી દેતાં અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે.

પ્રામાણિક, પારદર્શક અને બિન વિવાદી વ્યક્તિત્વ ધરાવતા દીક્ષિત ભાઇ પટેલે માત્ર ચાર માસમાં ઊંઝા નગર પાલિકાની પ્રતિષ્ઠા ને ચાર ચાંદ લગાવી દીધા હતા. તેમણે પોતાના કાર્યકાળના 17 અઠવાડિયામાં નગર ના વિકાસ માટે 17 મહત્વના નિર્ણયો લઈ પોતાના નગરના વિકાસ માટેના વિઝન ને પ્રતિબિંબિત કર્યું હતું.નગરજનોમાં પણ હવે વિકાસનો નવો આશાવાદ જાગ્યો હતો.ત્યારે એકાએક તેમના રાજીનામા થી નગરજનોમાં ભારે નિરાશા વ્યાપી છે.