અમદાવાદના લોકોના મનપસંદ અટલ બ્રિજ નો વિક્રમ
કોર્પોરેશનને રૂ. દસ કરોડની અધધ કમાણી કરી આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સાબરમતી નદીના પશ્ચિમ કાંઠાને પૂર્વ કાંઠા સાથે જોડનારા ફૂટઓવરબ્રિજ એટલે કે અટલબ્રિજનું ગત 28 ઓગસ્ટ, 2022થી લોકાર્પણ કરાયું હતું. મ્યુનિ. કોર્પો.ના સત્તાવાળાઓ દ્વારા રૂ. 74 કરોડના ખર્ચે અટલબ્રિજનું નિર્માણ કરાયું છે, જેની ડિઝાઇનમાં પતંગોત્સવને પણ સાંકળી લેવાયો હોઈ તે વિશેષ પ્રકારનો લાગે છે. 300 મીટર લાંબા અટલબ્રિજે લોકોમાં ભારે ઘેલું લગાડ્યું છે એટલે 31 ઓગસ્ટ-2022થી અટલબ્રિજની લટાર મારવા 30 રૂપિયા અને 12 વર્ષથી નાની વયનાં ભૂલકાંઓ માટે રૂ. 15ની એન્ટ્રી ફી રખાઈ છે. તેમ છતાં પણ અટલબ્રિજ સહેલાણીઓથી દિન-પ્રતિદિન ઊભરાઈ રહ્યો છે.
જુલાઈ-2023માં અટલબ્રિજની રૂ. 50,22,510ની આવક તિજોરીમાં ઠલવાઈ હતી. જ્યારે ગત ઓગસ્ટ મહિનામાં મ્યુનિ. સત્તાધીશોને રૂ. 53,88,465ની વિક્રમી આવક થઇ હતી. ગયા મહિને મ્યુનિ સત્તાવાળાઓને રૂ. 4,78,05,960ની આવક થઈ હતી.