સૂર્ય તરફ પ્રથમ છલાંગ

સૂર્ય તરફ પ્રથમ છલાંગ

 આદિત્ય એલ-૧ એ પ્રથમ વખત તેની ભ્રમણકક્ષા બદલી. તે નવા વર્ગમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. અહીં ૧૬ દિવસ સુધી પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કર્યા બાદ તેની ૧૧૦ દિવસની લાંબી યાત્રા શ થશે. આદિત્ય એલ-૧ આ ૧૬ દિવસમાં પૃથ્વીની વધુ ચાર ભ્રમણકક્ષા બદલશે. આ પછી થ્રસ્ટર્સને ફાયર કરવામાં આવશે અને તે એલ-૧ તરફ આગળ વધશે.

ઈસરોએ જણાવ્યું હતું કે ભારતના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ-૧ની ભ્રમણકક્ષા બદલવા માટે ગઈકાલે સવારે લગભગ ૧૧:૪૫ વાગ્યે પ્રથમ બાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હવે તે પૃથ્વીથી ૨૨,૪૫૯ કિમી દૂર છે. ઈસરોએ કહ્યું કે આદિત્ય એલ-૧ એ પાવર જનરેટ કરવાનું શ કરી દીધું છે. તે ૨૩૫ બાય ૧૯,૫૦૦ કિલોમીટરની ભ્રમણકક્ષામાંથી ૨૪૫ બાય ૨૨,૪૫૯ કિલોમીટરની ભ્રમણકક્ષામાં આગળ વધ્યું છે. આદિત્ય એલ-૧ની આ પ્રથમ મોટી સફળતા છે. તેને સૂર્ય તરફ પ્રથમ છલાંગ પણ કહી શકાય. આદિત્ય એલ-૧ આગામી ચાર મહિનામાં એલ-૧ પોઈન્ટ સુધી પહોંચવા માટે લગભગ ૧૫ લાખ કિલોમીટરની મુસાફરી કરશે.