વિસનગર અને ઊંઝા એમ બે વિધાનસભા સીટ પર ભાજપના ઋષીકેશ પટેલે શા માટે નોંધાવી દાવેદારી ? જાણો- શુ છે કારણ ?
મહેસાણા ની રાજનીતિમાં આવ્યો નવો વળાંક
વિસનગર ના ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઊંઝા થી ટીકીટ માગી હોવાના સમાચારો વહેતા થયા સોશ્યલ મીડિયામાં
ઋષિકેશ પટેલ ની દાવેદારીને પગલે ઊંઝા ભાજપમાં ભડકો
ઊંઝા ભાજપ ના કાર્યકર્તાઓમાં રોષ
ટીકીટ ની માગણી સાથે ઊંઝા ભાજપમાં ભડકો
વિસનગર છોડી ઊંઝા થી કેમ ટીકીટ માગવી પડી ?
વિસનગર ના ધારાસભ્ય છે ઋષિકેશ પટેલ.
વિસનગર સીટ પર ચૌધરી સમાજના મતોનું પણ છે પ્રભુત્વ
ચૌધરી સમાજમાં ઋષિકેશ પટેલ સામે છે નારાજગી
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : તાજેતરમાં મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારો પસંદગી કરવા માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી .જેમાં ઊંઝા ની બેઠક પર 52 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વહેતા થયેલા અહેવાલો મુજબ વિસનગરના ધારાસભ્ય એવા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ઊંઝા વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડવા માટે સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારી નોંધાવી હોવાના અહેવાલોથી સ્થાનિક રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે.
અત્રે નોંધનીય છે કે ઋષિકેશ પટેલ હાલમાં વિસનગરના ધારાસભ્ય છે.તાજેતરમાં વિપુલ ચૌધરી ના બહુ ચર્ચિત કિસ્સામાં ઋષિકેશ પટેલ સામે ક્યાંક ને ક્યાંક ચૌધરી સમાજમાં નારાજગી પ્રવર્તી રહી હોવાના અહેવાલો સમય અગાઉ પ્રસિદ્ધ થયેલા છે, ત્યારે ઋષિકેશ પટેલે આ વખતે વિસનગર અને ઊંઝા એમ બંને સીટો પર ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે ત્યારે ઊંઝા સીટ પર ઋષિકેશ પટેલની દાવેદારી નોંધાવવાના સમાચારો સોશિયલ મીડિયામાં વહેતા થતા ની સાથે જ ઊંઝા ભાજપના કાર્યકરોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. જેને લઈને આવનાર સમયમાં ઊંઝા ભાજપમાં મોટો ભડકો થવાના એંધાણ પ્રવર્તી રહ્યા છે.