કોરોના સંક્રમણને લઈ Dy CM નીતિન પટેલે આપેલ આ નિવેદનથી તમારું ટેંશન વધી શકે છે, જાણો- શુ કહ્યું ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં રેકોર્ડબ્રેક કોરોના વાયરસના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 2270 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયાં હતા. ગઈકાલે રાજ્યમાં 1605 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયાને નિવેદન આપ્યું છે કે હજુ પાંચ દિવસ કોરોનાના કેસમાં વધારો થશે. અત્યારે કોરોના સંક્રમણ પિક પર છે અને નિષ્ણાંતોનું પણ માનવું છે કે હજુ બે-પાંચ દિવસ કોરોના સંક્રમણમાં વધારો થશે. કોરોના સંક્રમણને અંકુશમાં લાવવા સરકાર તમામ કામગીરી કરી રહી છે. વધુમાં કહ્યુ કે. પહેલી એપ્રિલથી રાજ્યમાં 45 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે રસી આપવામાં આવશે.
રાજ્યમાં અત્યાર સુધી 2,84,846 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 11 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 11528 પર પહોંચ્યા છે. જેમાંથી 152 લોકો વેન્ટિલેટર પર અને 11376 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.68 ટકા પર પહોંચ્યો છે.