વાહ સુરતીઓ ! સુરતની યશકલગીમાં ઉમેરો : વધુ એક પ્રતિનિધિત્વ કરવાની મળી જવાબદારી
મધ્યપ્રદેશના દેવાસ ખાતે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની કોન્ફરન્સમાં મેયર દક્ષેશ માવાણીને તેમની કામગીરીને લઈ AICMના એક્ઝિક્યુટિવ કમિટીના વાઈસ પ્રેસિડેન્ટ નિયુકત કરાયા છે.
કોન્ફરન્સમાં આ જવાબદારી સંભાળતા મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, " સ્વચ્છતા સર્વેક્ષણ અને સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરતને મળેલી પ્રથમ ક્રમાંકની સિધ્ધી એ શહેરીજનો અને સુરત મહાનગરપાલિકાની સખત મહેનતનું પરિણામ છે. આ સમય સૌ સાથે મળીને સ્વચ્છ,હરિયાળુ અને સમૃદ્ધ શહેર બનાવી નવા ભારતના નિર્માણ કરવાનો છે."
વધુમાં તેમણે જણાવ્યું કે શહેરોના વિકાસમાં વિવિધ સુવિધાઓ સાથે પર્યાવરણ, સ્વાસ્થ્ય અને જનકલ્યાણને પ્રાથમિકતા આપવા સંદર્ભે અને સુરત મહાનગરપાલિકાની વિવિધ વિકાસલક્ષી કામોનો દેશના વિવિધ શહેરોમાંથી ઉપસ્થિત મેયરો સમક્ષ ચિતાર રજુ કર્યો હતો.