સુરત : ત્રીજા દિવસે 15થી 18 વયજૂથના 33111 કિશોરોનું વેક્સિનેશન, મેયરે કરી પ્રસંશનીય કામગીરી

સુરત : ત્રીજા દિવસે 15થી 18 વયજૂથના 33111 કિશોરોનું વેક્સિનેશન, મેયરે કરી પ્રસંશનીય કામગીરી

છેલ્લા ત્રણ દિવસમાં 88,389 કિશોરોને રસી મુકાઈ
મંગળવાર કરતા​​​​​​​ રસીકરણમાં 4 હજારનો વધારો થયો

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : હાલમાં સુરતમાં કોરોના ના કેસો માં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. તો બીજી બાજુ સુરતની શાળાઓમાં ૧૫થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓ નું વેક્સિનેશન પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. ગઈકાલે વેડ રોડ પર આવેલી સ્વામિનારાયણ ગુરૂકુળમાં સુરતના મેયર હેમાલી બેન બોઘાવાલાએ વેક્સિનેશન કેમ્પમાં હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

15થી 18 વર્ષના કિશોરો માટે કોરોના વેક્સીનેશન ડ્રાઈવના ત્રીજા દિવસે સુરત શહેરમાં 33111 કિશોરોએ ઉત્સાહભેર રસી મૂકાવી હતી. ગઇકાલની સરખામણીમાં કિશોરોના રસીકરણમાં 4 હજારનો નોંધપાત્ર વધારો થયો છે. આવતીકાલે ગુરુવારે શહેરના 140થી વધુ સ્કૂલોના સેન્ટર પર રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે.સુરત મહાનગરપાલિકા દ્વારા કોવિડ-19 રસીકરણ અભિયાન અંતર્ગત ત્રીજા દિવસે અંદાજિત 141 થી વધુ સ્કૂલોમાં રસીકરણ સેન્ટરો પર 15 થી 18 વર્ષ વય જૂથના કુલ 33111 કિશોરોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ કતારગામ ઝોનમાં 6209 કિશોર-કિશોરીઓને રસી મૂકાઈ છે.