અમદાવાદ નો ઇસ્કોન પુલ ફરી એક વાર થયો લોહિ લુહાણ
બ્યુરો/અમદાવાદ: ઈસ્કોન બ્રિજ પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ હિટ એન્ડ રનની ઘટનામાં સિક્યોરિટી ગાર્ડ કર્મચારીનું કરૂણ મોત થયું.
કાર ચાલક આટલેથી અટકાયો નહોતો, તેણે અન્ય એક બાઇકને પણ ટક્કર મારતા ઈજાગ્રસ્ત હાલતમાં યુવકને સારવાર અર્થે ખસેડાયો છે.
સમીસાંજના સમયે ઈસ્કોન બ્રિજ પર અકસ્માતની ઘટના બની છે. જેમાં એક સિક્યોરિટીગાર્ડ કર્મચારી રસ્તો ઓળગતો હતો, ત્યારે એક પુરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે અડફેટે લીધો હતો. કાર ચાલક આટલેથી અટક્યો નહોતો, તેણે અન્ય એક બાઈક સવારને અડફેટે લીધો હતો. જેમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેણા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.