તર્ક-વિતર્ક/ભુપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળમાં ઉત્તર ગુજરાતના આ બે ચહેરાઓને પણ મળી શકે છે સ્થાન
ઊંઝામાંથી જંગી બહુમતીથી જીત પ્રાપ્ત કરનાર કે કે પટેલ અને સિધ્ધપુર થી જીત હાંસલ કરનાર બળવંતસિંહ રાજપુત બંને ધારાસભ્યો ના નામ છે ચર્ચામાં
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક તાજેતરમાં આવેલા ચૂંટણીના પરિણામોમાં ભાજપે156 સીટ પ્રાપ્ત કરીને એક નવો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે ત્યારે ઊંઝામાંથી ભાજપના ઉમેદવાર કે કે પટેલે પણ જંગી બહુમતીથી જીત પ્રાપ્ત કરીને ઊંઝા ના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.
આજે ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ હવે નવા મંત્રીમંડળની ગતિવિધિઓ શરૂ થઈ છે. જેમાં ભુપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં કોને કોને સ્થાન મળી શકે છે? તેને લઈને અનેક તર્ક વિતરકો શરૂ થયા છે. જેમાં ઊંઝાના ધારાસભ્ય કે કે પટેલ નું નામ પણ હાલમાં ચર્ચામાં છે.
અત્રે નોંધનીય છે કે કે પટેલ છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષણ સાથે સંકળાયેલા છે અને ઊંઝા ની અગ્રણી શિક્ષણ સંસ્થાઓમાં તેઓ પદભાર પણ સંભાળી રહ્યા છે. ત્યારે કે કે પટેલને ભુપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં સ્થાન મળે શકે તેવા અંદાજો છે. એટલું જ નહીં કે કે પટેલ આરએસએસના પ્રખર કાર્યકર્તા છે. વર્ષો થી સંઘ સાથે સંકળાયેલા કે કે પટેલને ટિકિટ મળી હતી અને હવે જીત થતા મંત્રીમંડળમાં સ્થાન પણ મળે તો નવાઈ નહીં કારણકે નારાયણ પટેલ બાદ હવે છેલ્લા બે ટર્મથી ઊંઝા ને મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ મળ્યું નથી. ત્યારે હવે કે કે પટેલને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે તેવા તર્ક-વિતર્ક વહેતા થયા છે.
તો બીજી બાજુ સિધ્ધપુર થી વિજેતા બનેલા બળવંતસિંહ રાજપૂત નું નામ પણ હાલ મંત્રીમંડળની રેસમાં ચાલી રહ્યું છે. કારણ કે છેલ્લા બે ટર્મથી સિદ્ધપુરમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટા ની ટક્કર હોવા છતાં પણ કોંગ્રેસને મ્હાત આપીને બળવંતસિંહ રાજપૂત વિજેતા બન્યા છે. એટલું જ નહીં બળવંતસિંહ રાજપૂત આ વિસ્તારના ભામાશા અને અગ્રણી ઉદ્યોગપતિ છે. જોકે છેલ્લા ઘણા વર્ષોથી સિદ્ધપુર વિસ્તાર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના દિલ્હી ગમન બાદ વિકાસની દ્રષ્ટિએ ઘણો પાછળ રહી ગયો છે. ત્યારે આ વખતે ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં બળવંતસિંહ રાજપૂતને પણ સ્થાન મળી શકે છે તેવા તર્ક વિતરકો પણ ચાલી રહ્યા છે.