Exclusive : 156 બેઠકો મેળવ્યા પછી પણ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ માટે છે આઘાત જનક સમાચાર

સી આર પાટીલે દત્તક લીધેલી વાંસદા બેઠક પર ભાજપની થઈ કારમી હાર. કોંગ્રેસના અનંત પટેલે મેળવી ભવ્ય જીત

Exclusive : 156 બેઠકો મેળવ્યા પછી પણ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ માટે છે આઘાત જનક સમાચાર
તસવીરમાં ડાબી બાજુથી કોંગ્રેસના અનંત પટેલ અને જમણી તરફ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ દ્રશ્યમાન થાય છે

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) :ભાજપે માધવસિંહનો રેકોર્ડ તોડી 156 બેઠક પર જીત મેળવવાનો ભલે રેકોર્ડ બનાવ્યો હોય પરંતુ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત અધ્યક્ષ સી આર પાટીલે હરખાવા કરતા મનોમંથન કરવાની વધારે જરૂર છે કારણ કે 156 બેઠક મેળવવાની રણનીતિ બનાવનાર પાટીલ ના ઘરમાં જ ગાબડું પડ્યું છે ત્યારે એમ કહી શકાય કે સી.આર પાટીલ પોતાના ગઢની આ બેઠક કબજે કરવાની રણનીતિમાં નિષ્ફળ રહ્યા છે . કારણ કે આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે જંગી લીડ થી જીત હાંસલ કરી છે.

ભાજપના રમેશ પટેલને હરાવી કોંગ્રેસના અનંત પટેલે વાંસદા બેઠક ઉપર 19674 ની લીડ થી જીત મેળવી.

પ્રાપ્ત માહિતી અનુસાર આ બેઠકને સી.આર. પાટીલે દત્તલ દીધી હોવા છતાં કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા અનંત પટેલે સતત બીજીવાર ડબલ માર્જિનથી જીત મેળવીને ભાજપના પીયૂષ પટેલને હરાવ્યા છે . ત્યારે એમ કહેવું જરાય અતિશયોક્તિ ભર્યું નથી કે પાટીલે વાંસદા બેઠકને દત્તક લીધી અને  જનતાએ અનંત પટેલને દત્તક લઈ લીધા. અત્રે નોંધનીય છે કે થોડાક સમય અગાઉ અનંત પટેલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. અનંત પટેલ આંદોલનકારી નેતા છે . અનંત પટેલે આદિવાસી સમાજની લોકચાહના મેળવી છે . જળ , જમીન અને જંગલના મુદ્દે ચલાવેલા આંદોલનથી આદિવાસી સમાજમાં તેમના પ્રત્યે સહાનુભૂતિ રાખીને તેમની જંગી બહુમતી જીત અપાવી હતી .