ઊંઝા : માર્કેટયાર્ડ કોમર્શિયલ કો.ઓપ.બેંકના હોદ્દેદારો નિમાયા

ઊંઝા : માર્કેટયાર્ડ કોમર્શિયલ કો.ઓપ.બેંકના હોદ્દેદારો નિમાયા

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : ઉઝા માર્કેટયાર્ડ કોમ.કો.ઓપ.બેંકની આજે મળેલી મેનેજમેન્ટ બેઠકમાં સુવર્ણ જયંતિ વર્ષ દરમિયાન નવીન હોદ્દેદારો નિમણૂંક કરવામાં આવી છે. જેમાં પ્રમુખપદે વિષ્ણુભાઈ રેવાભાઈ પટેલ, મેનેજીંગ ડાયરેક્ટર પદે હર્ષદરાય સોમાભાઈ પટેલ તથા ઉપપ્રમુખ પદે ગોપાલભાઈ નાથાલાલ પટેલ ની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉઝા માર્કેટયાર્ડ કોમ.કો.ઓપ.બેંક હાલમાં પચાસ વર્ષમાં પ્રવેશ કર્યો હોવાથી સુવર્ણ જયંતિ વર્ષ ચાલી રહ્યું છે. વિષ્ણુભાઈ રેવાભાઈ પટેલની ચોથી વખત પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે.