ઊંઝા : એશિયાની સૌથી મોટી APMC આગામી 30 એપ્રિલ સુધી બંધ રહેશે, લેવાયો મહત્વનો નિર્ણય

ઊંઝા :  એશિયાની સૌથી મોટી APMC આગામી 30 એપ્રિલ સુધી બંધ રહેશે, લેવાયો મહત્વનો નિર્ણય

ઊંઝા વેપારી એસોસીએશન, માર્કેટ યાર્ડ વેપારી એસોસીએશન તેમજ એપીએમસી ઊંઝા ના ચેરમેન, સેક્રેટરી અને ડિરેક્ટર ગણ દ્વારા સ્વૈચ્છિક lockdown ને લંબાવવાનો નિર્ણય લેવાયો છે.

સમય અગાઉ કોરોના ના કેસો માં ગ્રામ્યસ્તરે થઇ રહેલા વધારાને ધ્યાનમાં લઈને ઊંઝા ના વેપારીઓ અને એપીએમસી દ્વારા 'પાણી પહેલાં પાળ ' બાંધવા સ્વૈચ્છિક lockdown નો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આગામી 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક lockdown ને લંબાવવાનો લેવાયો નિર્ણય.

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા :  કોરોના ના કેસો માં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જેને પરિણામે શહેરો તેમજ ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ઊંઝામાં પણ કોરોનાના કેસોમાં વધારો થતાં ઊંઝા શહેરના વેપારીઓ અને એશિયાની સૌથી મોટી APMC ઊંઝા દ્વારા સ્વેચ્છિક lockdown કરવામાં આવ્યું હતું.

કોરોના કેસમાં સતત થઈ રહેલા વધારાને પરિણામે ઊંઝા વેપારી એસોસીએશન, માર્કેટ યાર્ડ વેપારી એસોસીએશન તેમજ એપીએમસી ઊંઝા ના ચેરમેન, સેક્રેટરી અને ડિરેક્ટર ગણ દ્વારા આગામી 30 એપ્રિલ ને શુક્રવાર સુધી સ્વૈચ્છિક lockdown ને લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 30 એપ્રિલ સુધી ઊંઝા માર્કેટ યાર્ડ બંધ રહેશે જેની તમામ વેપારીઓ અને ખેડૂત મિત્રો એ નોંધ લેવી.

અત્રે નોંધનીય છે કે કોરોના ના કેસો ગ્રામ્ય સ્તરે પણ હવે કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે સમય અગાઉ ઊંઝા નગરપાલિકા, વેપારી એસોસીએશન માર્કેટ યાર્ડ વેપારી એસોસીએશન અને માર્કેટયાર્ડ દ્વારા મળેલી સંયુક્ત બેઠકમાં  'પાણી પહેલાં પાળ બાંધવા' માટેનો  સ્વૈચ્છિક નિર્ણય લેવામાંં આવ્યો હતો.