Exclusive : ભાજપના શાસકોને કયો ડર સતાવી રહ્યો છે ? પૂર્વ નગર સેવક દિનેશ કાછડીયાને પાલિકા પરિસરમાં જતા કોના ઈશારે અટકાવાયા ?

Exclusive : ભાજપના શાસકોને કયો ડર સતાવી રહ્યો છે ? પૂર્વ નગર સેવક દિનેશ કાછડીયાને પાલિકા પરિસરમાં જતા કોના ઈશારે અટકાવાયા ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત :   સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 27 નગરસેવકોની જીત થતાં ભાજપને છૂપો ડર સતાવવા લાગ્યો છે. જોકે તાજેતરમાં ભાજપના સત્તાધીશો દ્વારા બજેટ સત્ર ઓનલાઇન યોજવામાં આવ્યું હતું જેનો આમ આદમી પાર્ટીના 27 નગરસેવકોએ જોરદાર વિરોધ કર્યો હતો. જેને લઇને પોલીસ બોલાવવામાં આવી હતી.જે પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીની મહિલા નગરસેવકો સાથે અસભ્યતા પરિવર્તન કરવામાં આવ્યું હતું છતાં પણ મહિલા સશક્તિકરણની વાતો કરનારા ભાજપના શાસકો ધૃતરાષ્ટ્ર ની ભૂમિકા અદા કરવાનું ચૂક્યા ન હતા.

જોકે સુરત મહાનગરપાલિકાનો દોરીસંચાર ક્યાંકને ક્યાંક પાછલા બારણે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા થતો હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા એ વારંવાર કર્યો છે. જોકે સી આર પાટિલ દ્વારા પોતાના ભાષણમાં એવું કહેવામાં આવ્યું હતું કે સુરતમાં સોનાની થાળીમાં લોઢાનો હથોડો પડ્યો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાનો વહીવટ પાછલા બારણે સીઆર પાટીલે પોતાના હાથમાં લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

જોકે હાલમાં સુરત મહાનગરપાલિકામાં એક નવો વિવાદ સર્જાયો છે. જેમાં સુરત મહાનગરપાલિકાના પૂર્વ નગરસેવક દિનેશ કાછડીયા ને પાલિકા પરિસરમાં જતા સિક્યોરિટી ગાર્ડે અટકાવ્યા હતા. જોકે કયા કારણોસર તેમને અટકાવ્યા હતા એ જાણવા મળ્યું નથી. જોકે આ અંગે ડેપ્યુટી મેયર નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે સિક્યુરિટી એ પૂર્વ નગરસેવક ને કેમ અટકાવ્યા તેનું કારણ સિક્યુરિટી પાસેથી જાણવા મળી શકે છે.પૂર્વ નગર સેવક દિનેશ કાછડીયાએ આ અંગે પોતાના સોશ્યલ મીડિયા પેજ પર રોષ વ્યકત કરતાં લખ્યું છે કે......

આમ આદમી પાર્ટીમાં જોડાયા પછી 'આપ' નાં નવાં ચૂંટાયેલા 27 જેટલાં પાર્ષદોને મારાં પાંચ વર્ષનાં પાર્ષદ તરીકેનાં વહીવટી અનુભવનો લાભ આપવા માટે વિરોધ પક્ષના અમારા નેતા અને પાર્ષદોની મદદ માટે હું નિયમિત રીતે મુગલીસરાઈ મનપા મુખ્ય મથકે હાજરી આપું છું. ગત બે સામાન્ય સભા દરમિયાન 'આપ' નાં પાર્ષદોની ભાજપ શાસકોનાં ભ્રષ્ટાચાર સામેની સક્રિયતા જોઈને આજે મને મનપા મુખ્ય મથક મુગલીસરાઈ ખાતે પ્રવેશ કરતાં રોકવામાં આવ્યો! એક પૂર્વ પાર્ષદ તરીકે, અમારા પક્ષનાં નવનિયુક્ત પાર્ષદોની મદદ માટે મારે સુરત મહાનગરપાલિકાનાં મુખ્ય મથકે જવાનો કોઈ અધિકાર નથી? ભાજપ શાસકો મારા મુગલીસરાઈ ખાતે આવવાથી ડરે છે શા માટે? સુરત મહાનગરપાલિકાનાં તમામ પૂર્વ પાર્ષદોને હું અપીલ કરું છું કે તમે પણ જાગો, આ ભ્રષ્ટ શાસકો પોતાના ભ્રષ્ટાચારને લોકો સમક્ષ ઉઘાડા પડવાનાં ડરે ગમે તે નિયમોનાં બહાને લોકોને, પૂર્વ પાર્ષદોને સુરત મહાનગરપાલિકાની કચેરીએ આવતાં રોકશે. ભ્રષ્ટ શાસકોને પણ કહેવા માંગું છું કે તમે ગમે તેટલાં બાલિશ પ્રયાસો કરો, સુરતની જનતા તમને, તમારા મનસ્વી અને તાનાશાહી ભ્રષ્ટ વલણને ઓળખી ગઈ છે...