સમગ્ર દેશમાં પહેલીવાર સુરતમાં નવતર પ્રયોગ : ઓક્સિજન દર્દીઓ સુધી ન પહોંચી શકતાં હવે દર્દીઓને જ સીધા ઓક્સિજન પ્લાન્ટ સુધી લઈ જવાશે, જાણો- કેવી રીતે

સમગ્ર દેશમાં પહેલીવાર સુરતમાં નવતર પ્રયોગ : ઓક્સિજન દર્દીઓ સુધી ન પહોંચી શકતાં હવે દર્દીઓને જ સીધા ઓક્સિજન પ્લાન્ટ સુધી લઈ જવાશે, જાણો- કેવી રીતે

સમગ્ર દેશમાં પ્રથમવાર દર્દીઓને હવામાંથી ઉત્પન્ન થતો ઓક્સિજન સીધો આપવાના પ્રયાસો

જો આ પ્લાન સફળ જશે તો કદાચ આગામી સમયમાં દરેક સ્ટીલ ઉત્પાદન કરતી કંપનીઓ ની બાજુમાં એક covid કેર isolation સેન્ટર ઊભું થઈ શકે છે : SMC કમિશ્નર,સુરત

સુરત મા ક્રિટીકલ પરિસ્થિતિ ધરાવતા દર્દીઓને આ પ્લાન્ટથી ખૂબ જ ઓક્સિજન મેળવવામાં રાહત થશે અને ઘણી જિંદગીઓ બચી શકશે : કલેકટર, સુરત

હાલમાં ૨૫૦ જેટલા બેડ તૈયાર છે જેનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થશે. આગામી સમયમાં આશરે એક હજાર જેટલા બેડ તૈયાર કરવાનું આયોજન : ઝંખનાબેન પટેલ,ધારાસભ્ય , સુરત

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : ઓક્સિજન ના ભાવે સુરત શહેરમાં પણ વિકટ પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે  શહેરમાં ખાનગી હોસ્પિટલમાં માત્ર 12 કલાક સુધી ઓક્સિજન ચાલે તેમ છે. આવી સ્થિતિમાં શહેરમાં અફરાતફરીનો માહોલ ઉભો થવાની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી ખાનગી હોસ્પિટલની બહાર દર્દીના સંબંધીઓ પોતાના સ્વજન માટે ચિંતિત દેખાઈ રહ્યા છે.

બીજી બાજુ મહારાષ્ટ્રની કંપનીએ ઓક્સિજનનો પૂરવઠો ઓછો કરી દીધો છે. જેથી ભારે મુશ્કેલી સર્જાય એમ છે.ત્યારે હજીરા સ્થિત આર્સેલર મિત્તલ કંપની હવે ઓક્સિજન માટે ઉપયોગી બને એમ છે. પરંતુ કંપનીની મર્યાદા એ છે કે, ઓક્સિજન સપ્લાય કરી શકે તેમ નથી તેથી દર્દીઓ માટે ત્યાં જ બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો કંપની દ્વારા દર્દીઓને ઑક્સિજન પૂરું પાડી શકાય એમ છે. વહીવટી તંત્ર દ્વારા કંપની સંચાલકો સાથે ચર્ચા કરીને 250 બેડ તૈયાર કરાયા છે. દેશમાં પહેલીવાર હવામાંથી સીધો જ ઓક્સીજન દર્દીઓને આપવાનો નવતર પ્રયોગ છે.

જેને લઈ આજે સુરત શહેર કલેક્ટર, કમિશ્નર, ડીડીઓ અને સ્થાનીક ધારાસભ્ય ઝંખનાબેન પટેલે રૂબરૂ સ્થળની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. ધારાસભ્ય ઝંખનાબેન પટેલના જણાવ્યા મુજબ હાલમાં 250 બેડ તૈયાર છે. જ્યારેે આગામી સમયમાંં દસ દિવસ જેટલા સમયગાળામાં આશરે 1000 બેડ કાર્યરત થાય એવી વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરાઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર આવતીકાલે એટલેેેેે કે મંગળવારે મુખ્યમંત્રી રૂપાણી ગાંધીનગરથી તેનું ઇ-લોકાર્પણ કરશેે.જ્યારે સ્થળ પર આરોગ્યમંત્રી કુમાાર કાનાણી અને ભાજપનાા હોદ્દેદારો ઉપસ્થિત રહેશે એમ જાણવા મળ્યું છે.