Exclusive : ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સાબરકાંઠા અને બનાસકાંઠાની બાદબાકી : દક્ષિણ ગુજરાતને પ્રાધાન્ય

Exclusive : ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સાબરકાંઠા અને બનાસકાંઠાની બાદબાકી : દક્ષિણ ગુજરાતને પ્રાધાન્ય

ઉત્તર ગુજરાતના ત્રણ ધારાસભ્યોનો કેબિનેટમાં સમાવેશ,

1 રિપિટ, બે નવા ચહેરાને સ્થાન

વિસનગરથી ઋષિકેશ પટેલ, સિધ્ધપુરથી બળવંતસિંહ રાજપૂત, મોડાસાથી ભીખુસિંહ પરમારનો સમાવેશ

મંત્રી મંડળમાં બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાની બાદબાકી

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : આજે ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળનો શપથ સમારોહ યોજાયો હતો જેમાં સાંજે 5:00 વાગ્યે કેબિનેટ ની બેઠક બાદ વિવિધ મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી ત્યારે આ મંત્રીમંડળમાં ઉત્તર ગુજરાતના ત્રણ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ સાબરકાંઠા અને બનાસકાંઠાની બાદબાકી કરવામા આવી છે.

અત્રે નોંધનીય છે કે ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રમાંથી પણ માત્ર ગણતરી કરી શકાય એટલા જ મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. તો બીજી બાજુ ઉત્તર ગુજરાતમાંથી ત્રણ ચહેરાઓને ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.જ્યારે સાબરકાંઠા અને બનાસકાંઠાની બિલકુલ બાદબાકી કરવામાં આવી છે.

જોકે સાબરકાંઠા અને બનાસકાંઠા માંથી કેટલાક જાણીતા ચહેરાઓના નામો ચર્ચામાં હતા.પરંતુ આજે યોજાયેલા શપથ સમારોહમાં અનેક જાણીતા ચહેરાઓની મંત્રીમંડળમાંથી બાદબાકી કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા અને બનાસકાંઠાની તો બાદબાકી કરાઇ છે.