Breaking : સિદ્ધપુર : બળવંતસિંહ રાજપુતને ઉદ્યોગ મંત્રી બનાવાયા
પ્રથમ કેબિનેટ ની બેઠક બાદ બળવંતસિંહ રાજપૂતને ઉદ્યોગ મંત્રી બનાવાયા હોવાની માહિતી
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : તાજેતરમાં આવેલા ચૂંટણીના પરિણામોમાં ભાજપે156 સીટ પ્રાપ્ત કરીને એક નવો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. આજે ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેશે તેમની સાથે અન્ય મંત્રીમંડળ માટે ના ધારાસભ્યો પણ શપથ લેશે. જેમાં સિદ્ધપુરથી બળવંતસિંહ રાજપૂતને શપથ લેવા માટે ફોન આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે બળવંતસિંહ રાજપૂત પણ આજે મંત્રી પદના શપથ લીધા હતા આજે પ્રથમ કેબિનેટ ની બેઠક બાદ તેમને ઉદ્યોગ મંત્રી બનાવવામાં આવ્યા હોવાની એક્સક્લુસિવ માહિતી પ્રાપ્ત થઈ છે
સિધ્ધપુર થી વિજેતા બનેલા બળવંતસિંહ રાજપૂત નું નામ પણ મંત્રીમંડળની રેસમાં હોવા ના સમાચાર સૌપ્રથમ મોર્નિંગ ફોકસ દ્વારા પ્રગટ કરવામાં આવ્યા હતા ત્યારે આ સમાચારોને આજે સો ટકા સમર્થન મળી ગયું છે. જેમાં બળવંતસિંહ રાજપૂત આજે શપથ લેશે. અત્રે નોંધનીય છે કે છેલ્લા બે ટર્મથી સિદ્ધપુરમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટા ની ટક્કર હોવા છતાં પણ કોંગ્રેસને મ્હાત આપીને બળવંતસિંહ રાજપૂત વિજેતા બન્યા છે. એટલું જ નહીં બળવંતસિંહ રાજપૂત આ વિસ્તારના ભામાશા અને અગ્રણી ઉદ્યોગપતિ છે. જોકે છેલ્લા ઘણા વર્ષોથી સિદ્ધપુર વિસ્તાર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના દિલ્હી ગમન બાદ વિકાસની દ્રષ્ટિએ ઘણો પાછળ રહી ગયો છે. ત્યારે આ વખતે ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં બળવંતસિંહ રાજપૂતને પણ સ્થાન મળતા હવે સિદ્ધપુરના વિકાસને એક નવો વેગ મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે