ગુજરાત માટે મોટા સમાચાર, ઈન્દોરની સાથે સુરત પણ સ્વચ્છ સર્વેક્ષણમાં નંબર વન બન્યું
Mnf network: ગુજરાતના લોકો માટે સારા સમાચાર છે. આ વર્ષે ઈન્દોરની સાથે સુરતે પણ સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ નંબર મેળવ્યો છે. સ્વચ્છતાના ક્રમે સુરતને પ્રથમ ક્રમાંક મળતા સુરત મહાનગરપાલિકામાં ખુશીનો માહોલ છે. સ્વચ્છતા કર્મીઓને પાલિકાના પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક આવતા પાલિકા કમિશનર અને મેયરે એવૉર્ડ મેળવ્યો હતો.
કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ 2023 માં બે શહેરોને સંયુક્ત રીતે ટોચનું સ્થાન આપવામાં આવ્યું હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે. દરમિયાન, મહારાષ્ટ્રને સૌથી સ્વચ્છ રાજ્ય જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારબાદ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢનો નંબર આવે છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મધ્યપ્રદેશનું સન્માન કર્યું. આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, શહેરી પ્રશાસન મંત્રી કૈલાશ વિજયવર્ગીય, છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ, નાયબ મુખ્યમંત્રી અરુણ સાઓ પણ હાજર છે. આ વખતે રાજ્ય સૌથી સ્વચ્છ રાજ્યોમાં બીજા સ્થાને છે. મહારાષ્ટ્ર નંબર-1 રહ્યું. ઈન્દોર દેશનું સૌથી સ્વચ્છ શહેર છે. શહેરને 7 સ્ટાર રેટિંગ મળ્યું છે