Exclusive : સુરત નો એક માત્ર એવોર્ડ લેવા પાત્ર તાપી પરનો અમરોલી બ્રિજ ! કારણ જાણી ચોકી જશો

Exclusive : સુરત નો એક માત્ર એવોર્ડ લેવા પાત્ર તાપી પરનો અમરોલી બ્રિજ ! કારણ જાણી ચોકી જશો
SMC નગર સેવક રાજેશ મોરડીયાના સોશ્યલ પ્લેટફોર્મ પરથી આ તસવીર લેવામાં આવી છે.

મોર્નિંગ ન્યુઝ ફોકસ,અમરોલી-સુરત : સુરત ના કતારગામ અને અમરોલી ને જોડતા અમરોલી બ્રિજ પર સવારે 8:00 વાગ્યાથી 9:00 વાગ્યાની વચ્ચે તેમજ બપોરે 11 થી 12:00 વાગ્યા ની વચ્ચે ઉપરાંત સાંજે 7 થી 9:00 વાગ્યા ની વચ્ચે ભારે ટ્રાફિક હોય છે. જેમાં ઘણી વખત એમ્બ્યુલન્સ વાન પણ ટ્રાફિકમાં અટવાઈ હોવાના અનેક કિસ્સાઓ જાણવા મળે છે.

અમરોલી માં ભાઠા- ન્યુ કતારગામ વિસ્તારમાં પણ મોટા ભાગમાં વસવાટ શરૂ થયો છે.ત્યારે આ વિસ્તારમાંથી લોકો ડાયમંડ વર્ક માટે કતારગામ તરફ આવતા હોય છે. જેને પરિણામે ટ્રાફિક દિન પ્રતિદિન વધી રહ્યું છે. એટલું જ નહીં અમરોલી વિસ્તાર પણ હવે દિવસે દિવસે વિસ્તારી રહ્યો છે, ત્યારે અમરોલી અને કતારગામ વચ્ચે એકમાત્ર બ્રીજ હોવાને પરિણામે અહીં ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે. ત્યારે ઘણી વખત સવારના સમયમાં લોકો ઓવરબ્રિજ પર રોંગ સાઈડમાં આવતા હોવાના પણ અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. રોંગ સાઈડમાં આવવાથી અકસ્માત થવાની સંભાવનાઓ પણ વધી શકે છે.ઝડપથી મહાનગરપાલિકા દ્વારા આ અંગે કોઈ નિર્ણય કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે

આ અંગે સુરત મહાનગરપાલિકાના નગરસેવક રાજેશભાઈ મોરડીયા દ્વારા તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગેની એક પોસ્ટ અપલોડ કરવામાં આવી છે જેમાં લખ્યું છે કે, " સુરત નો એક માત્ર એવોર્ડ લેવા પાત્ર તાપી પરનો અમરોલી બ્રિજ જે સવારે 6 વાગ્યાથી મોડી રાત સુધી ફૂલ ટ્રાફિકથી ભરેલો રહે છે...અહીંથી રોજ પસાર થનાર લોકોની હવે આના કાયમી નિરાકરણ માટેની આશા ખોઈ બેઠા છે...મે ગયા વર્ષે ત્રણ પર્ણ વડ , સ્મશાન થી ઉતરાણ ગામ બાજુ રિલ્વે બ્રીજની બાજુમા તાપી પર ના બ્રીજની માંગણી કરેલી હતી.....જેની આશા રાખું છું...2022,23 ના બજેટ મા આ કામને જલ્દી થી જલ્દી આગળ વધારી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે.